આરોગ્ય વિભાગ ગામેગામ પરપ્રાંતીય તાવ શરદી પીડાતા દર્દીઓને શોધવાની કામગીરીમાં લાગ્યો છે. બનાસકાંઠાની તમામ દૂધ મંડળીઓ પર હેલ્થ સ્ટાફ દ્વારા નોટિસ લગાવાઈ છે. જેમાં ગામમાં બહારથી આવેલા મજૂરને અચાનક તાવ આવ્યો હોય તો આરોગ્ય વિભાગને તાત્કાલિક જાણ કરવા નોટિસો ચોટાડવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાની 1200થી વધુ દૂધ મંડળીઓના માધ્યમથી પરપ્રાંતીય બીમાર ખેત મજૂર શ્રમિકોને શોધવા આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી છે.
આ અંગેની વિગતો આપતા ડિસ્ટ્રિક્ટ એપેડેમીક ઓફિસર ડો. નરેશ ગર્ગે જણાવ્યું હતું કે " હાલમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ વ્યક્તિ દ્વારા કોરોનાનો નો કેસ જિલ્લામાં પ્રવેશી શકે છે જેથી તકેદારીના ભાગરૂપે કોઈપણ પરપ્રાંતીય શ્રમિકને અચાનક તાવ આવી ગયો હોય તો ચેપ વધુ ફેલાય તેની પહેલાં જ તેનું નિદાન થાય તે વધુ જરૂરી છે જેથી દૂધ મંડળી આગળ નોટિસ લગાવી આરોગ્યકર્મીનું નામ અને મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યું છે. જેથી કોઈપણ ગ્રામજન એ નંબર પર કોલ કરી માહિતી આપી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.