કમોસમી વરસાદ:બનાસકાંઠામાં વાદળછાયા વાતાવરણ બાદ વહેલી સવારથી જ કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

પાલનપુર11 દિવસ પહેલા
  • કાંકરેજના થરા અને દિયોદર પંથકમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બધા બાદ કમોસમી માવઠું થયું હતું. કાંકરેજના થરા અને દિયોદર પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. જ્યારે પાલનપુર અને ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદના કારણે મગફળી અને કપાસ પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને મોટુ નુકસાન થયું છે.

હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ થયુ હતું. જ્યારે કાંકરેજ તાલુકાના થરા અને દિયોદર પંથકમાં વહેલી પરોઢે વાદળછાયા વાતાવરણ બાદ અચાનક કમોસમી માવઠુ થયુ હતું.

માવઠાના કારણે ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટયા હતા. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તેવામાં જો જિલ્લામાં પાંચ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ અને વરસાદ થાય તો અનેક જગ્યાએ ખેતી પાકને મોટું નુકસાન થાય તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...