વ્યવસ્થા:અસંગઠીત કામદારો નજીકના CSC સેન્ટર પર યુ-વિન કાર્ડ મેળવી શકશે

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારશ્રી દ્વારા સમગ્ર રાજયના અસંગઠીત શ્રમિકોને ભારત સરકારના અસંગઠીત શ્રમયોગી સામાજીક સુરક્ષા અધિનિયમ-2008 હેઠળ યુ-વિન કાર્ડ કોમન સર્વિસ સેન્ટર મારફતે આપવા માટેના પોર્ટલનો પ્રારંભ તા.8/6/2021ના રોજ કરવામાં આવ્યો છે. જે માટે અસંગઠીત કામદારોએ નજીકના સી.એસ.સી.સેન્ટર મારફતે નોંધણી માટે આધારકાર્ડ, બેંક એકાઉન્ટની માહિતી તથા અગ્રતા પ્રાપ્ત પરિવારનું રેશનકાર્ડ અથવા રૂા.10,000થી ઓછી માસિક આવક મર્યાદા મુજબનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

આ કાર્ડ સ્થળ પર જ લાભાર્થીને વિના મૂલ્યે અપાશે. યુ-વિન કાર્ડ ધરાવનાર કામદારોને મા વાત્સલ્ય યોજના, અકસ્માત જુથ વિમા યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થય વિમા યોજના તથા સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલ કરાતી યોજનાઓનો લાભ મળી શકશે. જેથી વેતન મેળવનાર શ્રમયોગીઓ, ઘરેલુ કામ કરતા શ્રમયોગીઓ તથા સ્વરોજગારી મેળવતા શ્રમયોગીઓને યુ-વિન કાર્ડ મેળવવા માટે ઉપર મુજબ કાર્યવાહી કરવા બનાસકાંઠા સરકારી શ્રમ અધિકારી ચિંતન ભટ્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...