તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Unique Initiative Of Joshi Family Of Palanpur To Increase The Importance Of Daughter In The Society, The Family Congratulated On The Birth Of Daughter

દીકરી વ્હાલનો દરિયો:સમાજમાં દીકરીનું મહત્વ વધારવા પાલનપુરના જોશી પરિવારની અનોખી પહેલ, દીકરીના જન્મ પર પરિવારે વધામણાં કર્યા

પાલનપુર24 દિવસ પહેલા
  • ઘરના પ્રવેશદ્વાર પર પુષ્પની પાંખડીઓ બિછાવી દીકરીના કુમકુમ પગલાં કરાવી ઘરમાં પ્રવેશ કરાવ્યો

દીકરીને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે. પહેલાંના સમયે દીકરી જન્મતી તો દિકરીને દૂધપીતી કરવાનો રિવાજ હતો. દિકરીના જન્મ પહેલાં જ તેને મારી નાંખવામાં આવતી હતી. પરંતુ હવેના સમયમાં દિકરાની જેમ જ દીકરીનું મહત્તવ વધ્યું છે. પાલનપુરના હીનાબેન નીતેશભાઈ જોષીની કુખે દિકરીનો જન્મ થતાં આજે દિકરીને લઈ ઘરે પહોંચતા ઘરના દ્વાર પર જ પરિવાર દ્વારા દીકરીનાં કંકુપગલાં કરાવ્યાં હતાં અને પ્રવેશ દ્વાર પરથી ઘરમાં પુષ્પોની પાંખડીઓ પાથરી દિકરીની પૂજા કરી વધામણા કર્યાં હતાં. સરકાર મહિલા સશક્તિકરણ જેવી અનેક યોજનાઓ હેઠળ સમાજમાં દિકરીનું વર્ચસ્વ વધે તેવા પ્રયાસો હાથ ધરી રહી છે. ત્યારે લોકો પણ જાગૃત બન્યા છે અને દિકરાની જેમ દિકરીના પણ વધામણાં કરતા થયા છે. ત્યારે પાલનપુરના બ્રાહ્મણવાસ વિસ્તારમાં રહેતા હીનાબેન નીતેશભાઈ જોષીની કુખે દિકરીનો જન્મ થતાં આજે દિકરીને લઈ ઘરે પહોંચતા ઘરના દ્વાર પર જ પરિવાર દ્વારા દીકરીનાં કંકુપગલાં કરાવ્યાં હતાં અને પ્રવેશ દ્વાર પરથી ઘરમાં પુષ્પોની પાંખડીઓ પાથરી દિકરી ની પૂજા કરી વધામણા કર્યાં હતાં અને સમાજમાં દિકરીનૂ મહત્ત્વ વધે તેવા દાખલારૂપ પ્રયાસ કર્યો છે.

દીકરી વિહાનાના પિતા નિતિષભાઈ જોશીએ જણાવ્યું હતું કે, મારા ઘરે દિકરીનો જન્મ થયો છે. ખુબજ ખુશી અનુભવું છું કે, લક્ષ્મીનો મારા ઘરમાં આગમન થયું છે. લક્ષ્મીનું આગમન મેં અને મારા પરિવારના લોકોએ ખુબ જ હર્ષોલ્લાસથી કર્યું છે.

સમાજમાં દિકરીનું મહત્ત્વ વધે તે માટેનું આ એક નાનકડો પ્રયાસ કર્યો છે મેં અને મારા પરિવારના લોકોએ નવજાત દિકરી ઘરે આવતાં ઘરમાં ફૂલની પાંખડીઓ બિછાવી દિકરીનું પૂજન કરી તેને ઘરમાં પ્રવેશ આપ્યો છે.અને દિકરી ભણી ગણી મોટી થઇ પોતાનું તેમજ પરિવારનું નામ રોશન કરે તેવા આશીર્વાદ પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...