કાણોદર ગામના રશ્મિબેન હાડા દ્વારા દીકરીના જન્મના દિવસે અનોખી રીતે વધામણાં કરે છે પોતાની કલાનિધિ ટ્રસ્ટ દ્વારા દીકરીના જન્મદિવસે લક્ષ્મી તુલા કરી રહ્યા છે. પાલનપુર તાલુકાના કાણોદર ગામના રશ્મિબેન હાડા છેલ્લા 15 વર્ષથી કલાનિધિ ટ્રસ્ટ ચલાવે છે.
કલાનિધિ ટ્રસ્ટ નવજાત ત્યજી દેવાયેલ દત્તક દીકરીઓને જેના માતા પિતા કોઈ ગંભીર બીમારથી પીડાતા હોય, અશક્ત, દિવ્યાંગ હોય અને કોઈ માતાપિતાનું અકસ્માતમાં મૃત્યુ પામ્યું હોય તેવી બનાસકાંઠા જિલ્લાની એકથી પાંચ વર્ષથી નાની દીકરીઓના જીવનમાં ઉજાસ પાથરવાનુ કામ કરે છે જ્યાં એ તમામ દીકરીઓને રૂ.25,000ની લાડલી ગિફ્ટ ફિક્સ ડિપોઝિટ આપવામાં આવે છે તે ફક્ત દીકરીઓના શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે.જ્યાં આ ટ્રસ્ટ દ્વારા પરિવાર તેમજ અન્ય દીકરીના જન્મ સમયે લક્ષ્મી તુલા કરી દીકરીના જન્મના વધામણાં કરે છે.
ભાઈના ત્યાં અવતરેલી દીકરીને દાદીનું નામ અપાયું
કાણોદરના રશ્મિ હાડાએ તેમના ભાઈ અનિશભાઈ હાડાને ત્યાં દીકરીનો જન્મ થતાં લક્ષ્મી તુલા કરી દીકરી જન્મનાં વધામણાં કરેલ ઉપરાંત મહિલા કલા-નિધિ ટ્રસ્ટના આદ્યસ્થાપક: સ્વ.કુસુમબેન હાડા જે (રશ્મિબેન હાડાના માતા છે )તેમના નામને જીવંત રાખવાનો એક નવતર પ્રયાસ કરવા રશ્મિબેન હાડાએ ફોઈબા તરીકે નામકરણ વિધીમાં નવોદિત લાડલી દીકરીને કુસુમ નામ આપી એક પ્રેરણાદાયી પ્રશંસનીય કાર્ય કરેલ છે.
આ દીકરીઓની લક્ષ્મીતુલા કરવામાં આવી
વડગામના અશોકભાઈ પરમારની દીકરી ક્રિયા,પાલનપૂરના વાસણા (જગાણા) નિવાસી જયંતીલાલ શેખલીયાની દીકરી દેવાંશી, કાણોદરના અનિશભાઈ હાડાને દીકરી કુસુમ જેમને રશ્મિબેન દ્વારા માતાનું નામ આપ્યું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.