કામગીરીની ચર્ચા:પાલનપુર રેલવે સ્ટેશનની કેન્દ્રીય રેલવે મંત્રી મુલાકાતે, નવું બોગદુ,પ્લેટફોર્મની ચર્ચા કરી

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવેદન આપવા આવેલ અરજદારને ત્રણ કલાક રાહ જોવી પડી

પાલનપુર રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી આવવાના હોવાથી જનરલ મેનેજર રવિવારે પાલનપુર આવી પ્લેટફોર્મનું ઇસ્પેકશન કર્યું હતું. જ્યાં રેલવે બહાર બનતું બોગદુ નાનું હોવાથી બીજું એક બોગદુ બનાવવાની રજુઆત કરવા માટે એક અરજદારને આવેદનપત્ર આપવા ત્રણ કલાક રાહ જોવી પડી હતી.

રેલવે સ્ટેશન ખાતે રવિવારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાલનપુર તરફ આવવાના હોઇ જેને લઈ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલએ પાલનપુરની પ્લેટફોર્મનું ચકાસણી કરી ઇસ્પેકશન કર્યું હતું.જ્યાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું સ્વાગત કરાયું હતું. અને જનરલ મેનજરે તેમને વાપી તરફ આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ પાલનપુર રેલવે જંકશન અંડરપાસની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે.

ત્યાં મોટાભાગના મુસાફરો ત્યાંથી પસાર થઈને પ્લેટફોર્મ તરફ જતા હોય છે પરંતું રેલવે જંકશન તરફ જવાના માર્ગનું બોગદુ નાનું બનાવી દેતા મોટી મુશ્કેલી ઊભી થવા પામી છે. તેથી પાલનપુરના જાગૃત અરજદાર સરીફભાઈ ચશ્માવાલાએ રજૂઆત કરવા આવ્યા હતા.જ્યાં તેમણે આવેદનપત્ર આપવા માટે ત્રણ કલાક સુધી રાહ જોવડાવી હતી.જે બાદ આવેદનપત્ર સ્વિકારી યોગ્ય નિર્ણય લેવાનું જનરલ મેનેજરે જણાવ્યું હતું.

સ્ટેશનના કામગીરીની ચર્ચા કરાઈ
પાલનપુર ખાતે પશ્ચિમ રેલવે મથક ના જનરલ મેનેજર આલોક કસલ અને બનાસકાંઠા સાંસદ પરબત પટેલે પ્લેટફોર્મની ચર્ચા કરી હતી અને કોઈ ડિફોલ્ટ હોય તો લાગતા વળગતા અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...