તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવમાં આજે રસ્તામાં અડચણરૂપ મુકેલા બાઈકનો મેમો આપવા જતા બાઈક માલિક સહિત બે શખ્સોએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસે પણ હુમલાથી બચવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જે મામલે વાવ પોલીસે પોલીસ પર હુમલો કરનાર બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સરહદી પંથકના વાવમાં આજે બાઈકનો મેમો આપવા જતા બે શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં વાવ પોલીસ આજે બપોરના સમયે કોરોના મહામારી અંતર્ગત માસ્ક વગર ફરતા લોકો તેમજ ટ્રાફિકને અડચણરૂપ મુકેલા વાહનચાલકો સામે કાર્યવાહી કરી રહી હતી. તે સમયે જૂના બસ સ્ટેન્ડ પાસે પણ અજાણ્યા શખ્સે અડચણરૂપ બાઈક મૂકી દેતા પોલીસે તેને મેમો આપ્યો હતો.
તે સમયે પોલીસ સાથેની રકઝક બાદ ઉશ્કેરાયેલા બાઈક માલિક સહિત બે શખ્સોએ પોલીસ પર જ ધોકા વડે હુમલો કર્યો હતો. જવાબમાં પોલીસે પણ હુમલાથી બચવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોના ટોળા એકઠા થઈ જતાં ભારે હંગામો સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ લોકોએ ઉતારીને સોશિયલ મીડિયામાં ફરતો કરી લીધો હતો. જે વીડિયોમાં અજાણ્યો શખ્સ પોલીસ પર ધોકા વડે હુમલો કરવા જતો હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. જોકે આ ઘટના બાદ બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે વાવ પોલીસે પોલીસ પર હુમલો કરનાર બંને શખ્સો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.