તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઓનલાઈન શિક્ષણ:યુનિવર્સિટી દિવાળી સુધીમાં હાઈટેક સ્ટુડિયો બનાવી 400 કોલેજમાં ઓનલાઈન શિક્ષણ આપશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ. યુનિ.ના વાઈસ ચાન્સેલર દ્વારા પાલનપુરમાં વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમ

ગુરુવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર-ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાલનપુર જી.ડી મોદી સંકુલમાં પાલનપુરના દરેક વિદ્યા-સંકુલના વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર-ગુજરાત યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર જે.જે વોરા તેમજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હરેશભાઈ ચૌધરી દ્વારા વિદ્યાર્થીનો વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

55 વિદ્યાર્થીઓ અને કોલજના પ્રિન્સીપાલ સહિત અધ્યાપકોએ ઓનલાઈન લેવાયેલ યુનિવર્સીટીની પરીક્ષાઓ બાબતે તેમજ ઓનલાઈન લેવાતા ક્લાસ બાબતે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. ઉપરાંત કેટલાક છાત્રોએ જુદા જુદા પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં હજુ પુરી ફી લેવાય છે, ઓનલાઇન અભ્યાસ દરમિયાન કવરેજ નથી આવતું સહિતના પ્રશ્નો કુલપતિ સમક્ષ રજુ થયા હતા. જેમાં વાઈસ ચાન્સેલર દ્વારા સ્થળ પરજ તેના નિરાકરણ લાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી. સંવાદ કાર્યક્રમમાં લો કોલેજના આચાર્ય ડો.આરતી દીવે સાયન્સ કોમર્સ કોલેજના આચાર્ય ડો.યોગેશભાઈ બી ડબગર ,આર્ટસ કોલેજના આચાર્ય ડો સંતોષ ચૌહાણ ફાઈન-આર્ટસ કોલેજના આચાર્ય ડો રમેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો