કોરોનાવાઈરસ:જુનાડીસા ગામે ઉકાળાનું વિતરણ કરાયું

આસેડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 ડીસા તાલુકાના જુનાડીસા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર જે.એચ.હરિયાણીના માર્ગદર્શન હેઠળ ઉકાળાનું વિતરણ કરી ગામ ગામલોકોને સજાગ રહેવાની સલાહ પણ આપવામાં આવી હતી. જેમાં જુનાડીસા મેડિકલ ઓફિસર ડો. શમીના શેખ તેમજ આશા વર્કર બહેનો પણ જોડાઈ હતી. આરોગ્ય વિભાગના પ્રયાસોથી ગામમાં કોરોનાના સંક્રમણ અટકી જતા ગામલોકોએ પણ રાહત અનુભવી છે. આરોગ્ય વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...