તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાલનપુરમાંથી ચોરાયેલ સોનાની ત્રણ વીંટી સાથે બે મહિલા ઝડપાઇ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે પોલીસે ઝડપી

પાલનપુરના પથ્થર સડક વિસ્તારમાંથી એક માસ અગાઉ ચોરાયેલ સોનાની ત્રણ વીંટી સાથે બે મહિલાને પાલનપુર પૂર્વ પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ચોરાયેલો મુદ્દામાલ રિકવર કર્યો હતો.પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પથ્થર સડક વિસ્તારમાંથી એક વ્યક્તિનું ખીસ્સું કાપી ત્રણ સોનાની વીંટી છેરવી લેનાર બે મહિલાઓને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

જે મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ સ્ટાફના માણસોએ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા સીસી ટીવી કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્મુમન સોર્સિસની મદદથી ચોરીના મુદ્દામાલ સોનાની વીંટી નંગ- 3 કુલ વજન 6.979 ગ્રામ જેની અંદાજિત કિંમત રૂ.33,457 સાથે બે મહિલાઅોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...