તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બનાસકાંઠા જિલ્લાના થરાદ-સાંચોર હાઇવે પર બે ટ્રક સામસામે ટકરાતા અકસ્માત થયો, એકનું મોત બે ગંભીર રીતે ઘાયલ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને ટ્રકો સામસામે ટકરાતા ટ્રકોમાં અચાનક આગ લાગી

થરાદ - સાંચોર હાઇવે ઉપર હોટલ નજીક રવિવારે વહેલી સવારે બે ટ્રકો વચ્ચે અકસ્માત બાદ આગ ભભૂકી ઉઠી હતી. આ દૂર્ઘટનામાં બંને ચાલક જીવતા જ ભૂંજાઇ જતાં તેનુ મોત નિપજ્યું હતુ. જ્યારે ઇજાગ્રસ્ત ખલાસી કાચ તોડી બહાર નીકળી ગયો હતો. જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં થરાદ નગરપાલિકાના ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. રવિવારે વહેલી સવારે સિમેન્ટ ભરેલી ટ્રક જીજે. 25. ટી. 7131 અને એરંડા ભરેલી ટ્રક નં. આર. જે. 19. જીઇ. 5307 વચ્ચે હોટલ નજીક ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

જે બાદ બંને ટ્રકોમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં બંને ચાલક જીવતા ભૂંજાઇ થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યારે ખલાસી પોરબંદરના રાતીયાનેસના મેસુરભાઇ સામતભાઇ કરમટા (રબારી)ને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં થરાદ ફાયર બ્રિગેડના ઓફિસર વિરમભાઇ ટીમ સાથે દોડી આવ્યા હતા. જેમણે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ અંગે મેસુરભાઇ કરમટાએ થરાદ પોલીસ મથકે નોંધાવી હતી.

કમનસીબ મૃતકો 1. ભોમારામ મગારામ જાટ (ઉ.વ.28) રહે. જાટીભાન્ડુ, તા. શેરગઢ જી. જોધપુર, રાજસ્થાન 2. ભરતભાઇ પરબતભાઇ મોરી (ઉ.વ.28) રહે. રાણાવાવ તા. રાણાવાવ જી. પોરબંદર

ટ્રકને ક્રેઇન વડે જુદી કરાઇ
થરાદ નજીક બે ટ્રકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટ્રકો એકબીજા સાથે ભીડાઇ ગઇ હતી. જેને ક્રેઇન વડે જુદી કરવામાં આવી હતી. જે દરમિયાન ટ્રકના ચાલક મૃત હાલતમાં મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...