તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બાડમેરથી 656 ઘેટાં-બકરાં ભરી અમદાવાદ જતી બે ટ્રકોને ગૌરક્ષકોએ ખેમાણાથી ઝડપી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાડમેરથી અમદાવાદ જતી 656 ઘેટાં-બકરા ભરેલી બે ટ્રકોને ગૌરક્ષકોએ પાલનપુરના ખેમાણા ટોલનાકેથી ઝડપી પાડી હતી. - Divya Bhaskar
બાડમેરથી અમદાવાદ જતી 656 ઘેટાં-બકરા ભરેલી બે ટ્રકોને ગૌરક્ષકોએ પાલનપુરના ખેમાણા ટોલનાકેથી ઝડપી પાડી હતી.
  • 11 ઘેટાંના મોત, પોલીસે બંને ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો,પશુને કાંટ પાંજરાપોળમાં મોકલાયા

બે ગૌરક્ષકો કાર લઇ અમીરગઢથી પાલનપુર આવતા હતા ત્યારે આગળ જતી બે ટ્રકના પાછળના ભાગે લાકડા ગોઠવેલ હતા અને ઘેટાં-બકરાનો અવાજ આવતો હોવાથી પોલીસ કંટ્રોલને જાણ કરી પાલનપુર ખેમાણા ટોલનાકા પાસે બે ટ્રકો રોકાવતા ટ્રકોમાં ખીચોખીચ ઘેટાં-બકરા ભરેલ હોવાથી ટ્રકમાં કોઇ ઘાસચારો કે પાણી અને પરમીટ ના હોવાથી તાલુકા પોલીસે 656 ઘેટાં-બકરાં કબજે લીધા હતા. જ્યારે 11 ઘેટા મોતને ભેટ્યા હતા. પોલીસે બન્ને ટ્રક ચાલકો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દાંતીવાડા કોલોનીમાં રહેતા હિમાલયકુમાર માલોસણીયા તેમના મિત્રો જીગરભાઈ કાનાણી અને જયેન્દ્રસિંહ વાઘેલા શુક્રવાર રાત્રે અમીરગઢથી પાલનપુર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન તેમની કાર આગળ એક ટ્રકમાં ઘેટાં-બકરાનો અવાજ આવતો હોવાથી તેમને પાલનપુર કંટ્રોલમાં જાણ કરતા તાલુકા પોલીસ ખેમાણા ટોલનાકા પાસે આવી ટ્રક નંબર જીજે-18-બીટી-2786 ને રોકાવતા પાછળ બીજી ટ્રક નંબર આજે-04-જીબી-7177 ને રોકાવી ચેક કરતા બંને ટ્રકોમાં ઘેટાં-બકરા ભરેલા મળી આવતા તેની પુછપરછ કરતા ટ્રક ચાલકે જણાવ્યું બાડમેરથી અમદાવાદ રાણીપ મંડી બજારમાં લઈ જવાના છે.

તેમની પાસે પરમીટ માંગતા ગલ્લા તલ્લા કરતા-કરતા પહેલા ટ્રકની તપાસ કરતા તેમાંથી 130 ઘેટાં અને 215 બકરા-બકરી મળી કુલ 345 ઘેટાં-બકરા મળી આવ્યા હતા. જેમાં પાણી અને ઘાસચારા વિના 11 ઘેટાં મોતને ભેટ્યા હતા. જ્યારે બીજા ટ્રકની તપાસ કરતા તેમાંથી 97 ઘેટાં, 214 બકરા-બકરી મળી કુલ 311 ઘેટાં-બકરાં મળી આવ્યા હતા. બંને ટ્રક્માંથી કુલ 656 ઘેટાં-બકરા-બકરી મળી આવ્યા હતા. ત્યારે પોલીસ અને ગૌરક્ષકો દ્વારા તમામ ઘેટાં-બકારાઓને ડીસા કાંટ પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે બંને ટ્રકની કિંમત રૂ.10,00,000, ઘેટાં-બકરા 656 કિંમત રૂ. 6,56,000 મળી કુલ રૂ.16,56,000 નો મુદ્દામાલ જપ્ત કરી બંને ટ્રક ચાલકે સામે પશુ ઘાતકી અટકાવવાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા ટ્રક ચાલક
1.જાબકખાન સરીફખાન મંગળીયા
2.નવાબખાન મીશ્રીખાન મંગળીયા

અન્ય સમાચારો પણ છે...