તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરેરાટી:છાપીમાં બકરાં ચરાવવા ગયેલ બે કિશોર પાણીમાં ડૂબી જતાં મોત

છાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

છાપી (જ્યોતિનગર) માં આવેલ કોટડીના વ્હોળા વિસ્તારમાં શનિવારે બકરાં ચરાવવા બે કિશોર ગયા હતા. દરમિયાન પાણી ભરેલા ખાડામાં બકરું ખાબકતા બકરાને બચાવવા એક કિશોર ખાડામાં પડતા તે ડૂબવા લાગતા બીજો સાથી અંદર જતાં બન્નેના ડૂબી જવાના કારણે કરુણ મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

છાપી જ્યોતિનગરમાં રહેતા આદિવાસી પરિવારના વરધાજી મુલુજી ભીલ (ઉં.વ15) અને હકુભાઈ અજીમજી ભીલ (ઉં.9)શનિવાર બપોરે બકરાં ચરાવવા ગયા હતા. તે દરમિયાન તાજેતરમાં છાપી પંથકમાં ખાબકેલ સાત ઇંચ વરસાદને લઈ છાપી-કોટડી વચ્ચે આવેલ વ્હોળા બન્ને કાંઠે આવ્યો હતો. જેથી વ્હોળામાં પાણી ભરાયું હતું.

શનિવારે બકરાં ચરાવવા બે કિશોર ગયા હતા. જ્યાં બકરાં ચરાવવા દરમિયાન એક બકરું પાણીમાં ખાબકતા તેને બચાવવા બન્ને કિશોર પાણીમાં છલાંગ મારી હતી. જોકે પાણી ઊંડું હોવાના કારણે બન્ને અંદર સરકી જતાં બન્નેના મોત નિપજ્યા હતા. માસૂમ કિશોરોના મોતના સમાચારને લઈ ઘટના સ્થળે લોકો એકત્રિત થઈ ગયા હતા અને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...