ક્રાઇમ:દૂધની આડની ટ્રકમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના રેવદરમાં ટ્રકમાંથી વિદેશી દારૂના 186 કાર્ટુન જપ્ત

રાજસ્થાનથી ગુજરાત આવતી અમુલ દૂધની ટ્રકમાંથી દારૂના જથ્થા સાથે ચાલક તેમજ ક્લિનરની અટકાયત કરી હતી. પોલીસે રાજસ્થાનના રેવદરમાં દૂધની વાનમાંથી વિદેશી દારૂના 186 કાર્ટુન જપ્ત કરી ટ્રક ચાલકની અટકાયત કરી હતી. રાજસ્થાનના સિરોહી જિલ્લાની મંડાર પોલીસ દ્વારા સ્ટેટ હાઇવે પર રેવદર ચેકપોસ્ટ પર ગુજરાત તરફ જઈ રહેલા વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન અમૂલ દૂધના આઈસર ટ્રક નંબર GJ 02 ZZ 4403ને રોકી તેમાં તપાસ કરતા ટ્રકની અંદર બનાવાયેલા ગુપ્ત ખાનામાં જુદી જુદી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલ ના 186 કાર્ટુન મળી આવ્યા હતા. જે મામલે ટ્રક ચાલક ઘેવરચંદ હરમલરામ વિશ્નોઈ ઉ.26 (રહે.બાડમેર રાજ.) ક્લીનર પુખરાજ કિશનરામ વિશ્નોઈ ઉ.38 (રહે.સાંચોર રાજ.)ની અટકાયત કરાઈ હતી. મંડાર પોલીસે જણાવ્યું હતું કે " આઈસર ટ્રક માં અમૂલ દૂધની આડમાં દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...