તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ડીસા-પાલનપુર હાઈવે પર દારૂ ભરેલી ગાડીએ અન્ય ગાડીને ટક્કર મારતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા
 • અકસ્માત થયેલ ગાડીમાં દારૂ જોઈ લોકો ચોંકી ઉઠ્યા

બનાસકાંઠામાં ફરી એકવાર બુટલેગરો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડીસા પાલનપુર હાઈવે પર દારૂ ભરેલી કારના ચાલકે અન્ય એક કારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો છે. જેમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે અકસ્માત બાદ દારૂ ભરેલી કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.

દારૂ ભરેલી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કેટલાક લોકો વાહનોમાં દારૂ ભરીને બેફામ રીતે હેરાફેરી કરતા હોય છે. જે દરમિયાન આજે રાજસ્થાનથી દારૂ ભરીને એક સ્વિફ્ટ કાર પુર ઝડપે ડીસા પાલનપુર હાઈવે પર બેફામ રીતે ચલાવતા દારૂ ભરેલી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આગળ જઇ રહેલી કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

દારૂ ભરેલી કારનો ચાલક ફરાર થઈ ગયો

અકસ્માતમાં અન્ય કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે અકસ્માત થતા જ દારૂ ભરેલી કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી કારમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ અકસ્માત સ્થળે આવી હતી. અને દારૂ ભરેલી કારના ચાલક સામે પ્રોહીબિશન અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો