તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાતમીના આધારે બે શખસોને થરાદ-ભાભરમાંથી ચોરેલ 4 બાઇક સાથે ઝડપી લીધા હતા. જેમની પાસેથી 4 મોટર સાયકલ સહિત કુલ રૂ. 1.60 લાખનો મુદ્દામાલ કબજે કરી તેમની સામે ગુનો નોંધી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા એલસીબી પીઆઇ અેચ. પી. પરમાર સ્ટાફ સાથેે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમીના મળી હતી કે, થરાદમાંથી ચોરેલ નંબર વગરના બાઇક સાથે રામજીભાઇ રગનાથભાઇ પટેલ (ઉં.વ.23, ધંધો-ખેતી,રહે.બુકણા,તા.વાવ) બુકણાથી વાવ તરફ વેચાણ સારું જાય છે. જેથી એલસીબીએ વાવ-ખીમાણા ત્રણ રસ્તા ઉપરથી રામજીભાઇ સાથે અન્ય એક શખશ અરવિંદને મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો. રામજીએ થરાદ નગરપાલીકા આગળથી બાઇક ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી.
જેથી રામજી તથા અરવિંદને વાવ પોલીસ સ્ટેશને લાવી તેને અગાઉ અન્ય કેટલી જગ્યાયેથી આજદિન સુધી કેટલી ચોરીઓ તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તીઓ કરી છે તે બાબતે સઘન પુછપરછ કરતા રામજીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં તેને થરાદ હનુમાન ચોક પાસેથી એક બાઇક, ભાભર લાટી બજારમાંથી એક બાઇક તેમજ થરાદ રેફરલ હોસ્પીટલ આગળ હાઇવે ઉપરથી એક બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય બાઇક બુકણા રામજીના ખેતરમાં આવેલ જગ્યાએ રાખેલા હોવાનું જણાવતાં પોલીસે ચારેય બાઇકનો કબજો મેળવી રૂ. 1,60,000 નો મુદ્દામાલ કબજે કરી વાવ પોલીસ સ્ટેશને ગુનો નોંધી રિમાન્ડ સહિતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.