તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:કરીયાણાની દુકાનમાં ખરીદી કરી રહેલા આધેડના ખિસ્સામાંથી બે શખ્સોએ ચોરી કરી, લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો

પાલનપુર9 દિવસ પહેલા
 • પોલીસે બંને શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠાના ધાનેરામાં આજે બે ખિસ્સા કાતરુઓને લોકોએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દિન દહાડે લોકોના ખિસ્સામાંથી પૈસા સેરવતા બે શખ્સોને ઝડપી લોકોએ પોલીસના હવાલે કર્યા છે.

ધાનેરામાં આજે બપોરના સમયે લોકોના ખિસ્સામાંથી પૈસા ખંખેરતા બે શખ્સોને લોકોએ ઝડપી અને પોલીસના હવાલે કર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ધાનેરા ની મુખ્ય બજારમાં સનરાઈઝ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી મરચાંની દુકાનમાં અજાણ્યા બે શખ્સો ખરીદી માટે આવ્યા હતા. અને ગ્રાહકોની ભીડમાં આ શખ્સોએ લોકોના ખિસ્સામાંથી પૈસા સેરવી લીધા હતા.

બાદમાં માલૂમ પડતા લોકોએ તેનો પીછો કર્યો હતો. અને બાદમાં અન્ય લોકોના ખિસ્સામાંથી પૈસા પડાવવા જતા બન્ને શખ્સોને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં આ બંને ખિસ્સાકાતરુઓને લોકોએ પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આ બંને શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો