તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અમીરગઢના કાનપુરા નજીક જીપની ટક્કર વાગતાં બેના મોત નીપજ્યાં

પાલનપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક યુવકને ગંભીર ઇજા પહોંચતાં 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયો

અમીરગઢ તાલુકાના કાનપુરા નજીક સોમવારે રાત્રે જીપ ચાલકે એક બાઇક તેમજ રસ્તે જતાં રાહદારી યુવકને ટક્કર મારી હતી. જે બંને યુવકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક જણાંને ઇજાઓ થતાં 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયો હતો.

અમીરગઢના કાનપુરા નજીક સર્જાયેલા અકસ્માતની વિગતો એવી છે કે, જીપ નં. જીજે. 02. જે. 9341ના ચાલકે બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી. અા અકસ્માતમાં બાઇક સવાર સુરેશભાઇનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે રસ્તે જતાં રમેશભાઇ વકતાભાઇ ધ્રાંગી (રહે. કંસારા તા. અમીરગઢ)ને પણ અડફેટમાં લેતાં તેમનું પણ કરૂણ મોત નિપજ્યું હતુ.

જ્યારે અમીરગઢ તાલુકાના ડાભેલી ગામના અર્જુનભાઇ ધ્રાંગી (ઉ.વ. 20)ને ઇજાઓ થતાં અમીરગઢ 108ના ઇએમટી રાહુલભાઇ ચૌહાણ અને પાયલટ રમેશભાઇ પટેલે સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અંગે વકતાભાઇ ધ્રાંગીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો