માર્ગ અકસ્માત:થરાદ-સાંચોર હાઈવે પર ઈકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોના મોત

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇકોને ટક્કર મારી ટેન્કર ચાલક ભfગવા જતાં લોકોએ થરાદ નજીકથી ઝડપી લીધો,ઇકો ગાડીનો ભૂક્કો બોલી ગયો
  • સોમવારે સાંજે થરાદમાંથી પેસેન્જર ભરી ઇકો ગાડી માંગરોળ તરફ જતી હતી,ડ્રાઈવર સહિત 5 મુસાફરો મોતને ભેટ્યા

થરાદમાંથી પેસેન્જર ભરી ઇકો ગાડી માંગરોળ તરફ જતી હતી. ત્યારે સોમવારે સાંજના ચારેક વાગ્યાના સુમારે દુધવા-માંગરોળ વચ્ચે રોડ ઉપર સાંચોર તરફથી આવતા ટેન્કરના ચાલકે સામેથી ઇકો ગાડીને ટક્કર મારતાં ઇકોમાં સવાર 5 મુસાફરોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.ઇકોને ટક્કર મારી ટેન્કર ચાલક ફરાર થઇ જતાં લોકોને જાણ થતાં થરાદ નજીકથી પકડી લીધો હતો. થરાદમાંથી સોમવારે સાંજે ઇકો પેસેન્જર ગાડી નંબર જીજે-01-એચટી-2399 પેસેન્જરો ભરીને માંગરોળ તરફ જતી હતી.

ત્યારે દુધવા-માંગરોળ વચ્ચે તરક ગોળીયા પ્રાથમિક શાળા સામે હાઇવે રોડ ઉપર સાંચોર તરફથી આવતા ટેન્કર નંબર જીજે-12-બીએક્સ-5550 ના ચાલકે સામેથી આવતી ઇકોને ટક્કર મારી હતી. જેને લઇ ઇકો ગાડીનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે ઇકોમાં સવાર મુસાફરો સહિત ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે લાશોને રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાઈ હતી.ટેન્કર ચાલક ટેન્કર લઈ ફરાર થઇ જતાં લોકોને જાણ થતાં થરાદમાંથી ઝડપી લઇ પોલીસને સોંપ્યો હતો.

માર્કેટયાર્ડ પાસે ચાલકને ઝડપી લેવાયો
સાંચોર હાઇવે પર અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ટેન્કર ચાલક ને થરાદ માર્કેટ યાર્ડ નજીક લોકોએ ઝડપી પાડયો હતો બાદમાં ટેન્કરને થરાદ પોલીસ મથકે લેવાયો હતો.

પિતાની દવા લેવા ગયો અને મોતને ભેટ્યો
માંગરોળ ગામનો 30 વર્ષીય સેધાભાઈ તેમના બીમાર પિતા મેઘરાજભાઈની દવા લેવા માટે માંગરોળથી થરાદ ગયા હતા અને દવા લઈને પેસેન્જર વનમાં બેસીને ગામ તરફ આવ્યા હતા ત્યારે કાળમુખી ટ્રક એ ટક્કર મારી હતી.

ભારત માલા રોડનું કામ ચાલે છે જેથી અકસ્માતની શક્યતા રહેલી છે
સાંચોર થરાદ હાઇવે પર ભારતમાલા પ્રોજેક્ટનું કામ ચાલે છે. જેને લઇ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.આજે જે અકસ્માત થયો છે તે પણ રોડનું કામ ચાલુ છે એના લીધે થયો છે. > એસ એ જાલોરી. (પી.એસ.આઇ થરાદ)

કમનસીબ મૃતક
1. સેંધાભાઈ મેઘરાજભાઈ પટેલ (ઉં.વ.30,રહે.માંગરોળ, તા.થરાદ)
2. રતનાભાઈ ડામરાભાઈ ધમડા (ઉં.વ.48,રહે.મહાજનપુરા,તા.થરાદ)
3. વિજયભાઈ વસરામભાઈ પટેલ (ઉં.વ.10,રહે.માંગરોળ, તા.થરાદ)
4. રવારામ રાવતારામ મેઘવાલ (ઉં.વ.55,રહે.રામદેવ કોલોની, અગ્રરા રોડ, સાંચોર-રાજસ્થાન)
5. પ્રકાશભાઈ કનૈયાલાલ માજીરાણા-ડ્રાયવર (ઉં.વ.35,રહે.ગવારીયાવાસ,થરાદ)

ઇજાગ્રસ્ત
1. અભાભાઈ પથુજી માજીરાણા (ઉં.વ.35,રહે.દીપડા,તા.થરાદ)
2. ધરમશીભાઇ રવજીભાઇ પટેલ (રહે.દાંતીયા,તા.થરાદ)

અન્ય સમાચારો પણ છે...