તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કાણોદર પાસે ટ્રક પલટી,કારમાં સવાર બેનાં મોત,ચાર ને ઈજા

પાલનપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રકમાં કાર મુકી રાજસ્થાન તરફ જઈ રહી હોવાની શક્યતા
 • બાડમેરના 4 ઈજાગ્રસ્ત ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રવાના થઈ જતાં મૃતકોની પણ ઓળખ ન થઈ શકી

પાલનપુર અમદાવાદ હાઇવે કાણોદર પાસે શનિવારે ટ્ર નંબર gj 27 U 7437 ને વિચિત્ર અકસ્માત નડ્યો હતો.જેમાં બેના મોત તેમજ ચારને ઇજાઓ થઇ હતી.108 કર્મીએ જણાવ્યું હતું ટ્રકમાં આગળના ભાગે ચાર વ્યકિત બેઠેલા હતા અને કાર ટ્રકમાં મુકી હતી.જેમાં બે વ્યકિત બેઠેલા હોઈ ટ્રક પલટી જતાં બંને દબાઈ જતાં મોત નીપજ્યા હતા.બીજી તરફ 108 ની ટીમ પહોંચી ત્યારે હાજર લોકોએ લાશ બહાર કાઢી દીધી હોવાનું 108 ના કર્મીઓએ કહ્યું હતુ.

પાલનપુર અમદાવાદ હાઇવે પર શનિવારે આઇસર ને અકસ્માત નડ્યો હતો. આ અંગે 108ના કર્મચારીએ જણાવ્યુ હતુ કે જગાણા અને કાણોદર વચ્ચે આઇસરને અકસ્માત નડ્યો હતો.જેની જાણ અમારી ટીમને થતા 108ના અંકિતભાઇ મોદી અને ધવલ જેતપુરા ઘટના સ્થળે પહોચ્યા હતા. જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.અને ચાર વ્યક્તિઓને ઇજાઓ થતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલમાં તપાસ કરતા ત્યાં તમામને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવાઈ હતી.

ટ્રક અમદાવાદથી રાજસ્થાન જઈ રહી હતી. જેમાં બેઠેલા મુસાફરો રાજસ્થાનના બાડમેરના વતની હતા. આશ્ચયની વાત એ છેકે આઇસરની અંદર કાર હતી જેમાં 2 જણ બેઠેલા હતા અને તે 2 જણના મોત નિપજ્યા હતા. જોકે ઘાયલોએ કોઈપણ વિગત 108ને આપી નહતી. બાદમાં સારવાર લઈ તેઓ વતન તરફ રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો