તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લાખણીમાં હોસ્પિટલના સંચાલકને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવનારા બે ઝબ્બે

પાલનપુર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
 • મારી નાખવાની વાચચિતની ક્લિપ વાયરલ થતાં ફરિયાદ નોંધાઈ હતી
 • કોર્ટે બે આરોપીઓના જામીન રદ કરી જેલ હવાલે કરી દીધા

લાખણી ખાતેની હોસ્પિટલના સંચાલકને મોતને ઘાટ ઉતારવા માટે સુપારી અપાઇ હોવાની ઓડિયો ક્લિપ સોશીયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે આગથળા પોલીસે સોપારી આપનાર અને લેનાર બન્નેને ઝડપી લીધા હતા. બન્નેને આગથળા પોલીસે લાખણી કોર્ટમાં રજૂ કરતાં ન્યાયાધીશે જામીન ફગાવી દેતાં જેલના હવાલે કરવામાં આવ્યા હતા.

લાખણી ખાતે આવેલી અંજલી હોસ્પિટલના બે સંચાલકો વચ્ચે મતભેદ ઊભો થતાં ત્રણ મહિના અગાઉ સંચાલક ડીસા તાલુકાના મહાદેવીયાના બનસિંહ મદારસિહ પરમારે પોતાના ભાગીદાર ડીસા તાલુકાના કંસારીના ભરતભાઈ બાબુજી ઠાકોર અને હોસ્પિટલમાં નોકરી કરતા લાખણીના આગથળાના ચંદુજી અનુપજી ઠાકોરને છુટા કરી દેવામાં આવતા બને આરોપીઓએ મતભેદ રાખી બનસિહ પરમારને મારી નાખવા માટે સોપારી આપવાનો પ્લાન બનાવ્યો હતો. જેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં પોલીસે કાર્યવાહી કરી બેન્નેની અટકાયત કરી લાખણી સિવિલ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે બને આરોપીઓને જેલના હવાલે કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો