તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:ધાનેરામાં અડધા કલાકમાં બે ઈંચ વરસાદ

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં બુધવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને લઇ ધાનેરામાં ભારે પવન સાથે અડધો કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પાલનપુર-લાખણીમાં 15 મીમી, થરાદમાં-13, દાંતીવાડામાં-10, અમીરગઢમાં-7, ડીસામાં-6 વડગામમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.

ધાનેરામાં બુધવારે સાંજે ભારે પવન સાથે 6 થી 6-30 સુધીમાં અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી સરકારી હોસ્પિટલ, જૂના બસ સ્ડેન્ડ તેમજ રસ્તાઓ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. ઉપરાંત પાલનપુરમાં પણ મોડી સાંજે ભારે વરસાદી ઝાપટું પડતાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે લાખણીમાં 15 મીમી થરાદમાં 13 મીમી દાંતીવાડા પંથકમાં 10 મીમી,અમીરગઢમાં 7 અને ડીસામાં 6 અને વડગામમાં 1 મીમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દિયોદર, કાંકરેજ, સુઇગામ, વાવમાં ઝાપટા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...