તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમીઓના હાડપિંજર મળ્યા:બનાસકાંઠાના અમીરગઢમાં સોનવાડી પાસે આવેલ જંગલમાંથી બે માનવ કંકાલ મળી આવ્યા

પાલનપુર2 મહિનો પહેલા
  • બંને કંકાલને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી

અમીરગઢમાં જંગલ વિસ્તાર મોટા પ્રમાણમાં આવેલ છે. જેમાં સોનવાડી પાસે આજે બપોરના સમયે જંગલમાં બે કંકાલ પડ્યા હોવાની બાતમી પોલીસને મળતાં અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને બંને માનવ કંકાલો એકદમ હાડપિંજર જેવા હતા. તેથી બંને કંકાલને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બંને કંકાલ ભાગી ગયેલ યુવક યુવતીના હોવાનુ જણાયું

પોલીસે આ અંગે પ્રાથમિક તપાસ કરતા વીસેક દિવસ પહેલા બે પ્રેમીઓ ઘરેથી ભાગી ગયા હતા. તેની જાણ અમીરગઢ પોલીસ મથકમાં કરવામાં આવેલ હતી. આથી પોલીસને શક જતા ભાગી ગયેલ પ્રેમીઓના પરિવારને જાણ કરી ઘટના સ્થળે બોલાવ્યા હતા. તેમજ બંને કંકાલ પાસેથી મળી આવેલ પર્સ, ફોટાઓ અને કપડાં પરથી તેઓની ઓળખાણ થતાં બંને કંકાલ ભાગી ગયેલ યુવક યુવતીના હોવાનુ જણાયું હતું.

પ્રાણીઓએ બંનેના મૃતદેહને ફાડી ખાધા હોવાનું અનુમાન

અમીરગઢ પોલીસનું માનવું છે કે અમીરગઢ પાસેના જંગલમાં દીપડા, ઝરખ અને રીંછ જેવા જંગલી પ્રાણીઓ વિચરી રહ્યાં હોવાથી જંગલી પ્રાણીઓએ બંનેના મૃતદેહને ફાડી ખાધા હોવાનું અનુમાન છે. છતાં પણ પોલીસ બંને કંકાલને અમીરગઢ સરકારી દવાખાનામાં ખસેડાયા હતા. અને ત્યાંથી અમદાવાદ ફોરેન્સિક લેબમાં પીએમ માટે ખસેડયા છે. રીપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે આ લોકોની મોત કઈ રીતે થઇ છે.

અન્ય સમાચારો પણ છે...