તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:પાલનપુરમાં વરઘોડો કાઢવા માગતાં બે પરિવારોને લગ્નની મંજૂરી ના મળી,147 અરજી મંજૂર

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વકરતી કોરોના મહામારીને વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો

પાલનપુર શહેર અને તાલુકાના ગામો મળી દોઢસોથી વધુ લગ્ન માટે અરજીઓ કરવામાં આવી છે, જે પૈકી મોટાભાગની અરજીઓ મંજુર કરી દેવામાં આવી છે જોકે 3 અરજીઓ જુદા જુદા કારણો સર નામંજૂર કરવામાં આવી છે. જેમાં પાલનપુરના જુદા જુદા 2 પરિવારોએ વરઘોડો કાઢવાની પરમિશન માંગતા જાનેયાઓને તંત્રે મંજૂરીની ના પાડી છે. 147 જેટલી અરજી માન્ય રખાઈ હતી.

કોરોના મહામારી વચ્ચે લગ્ન સમારંભમાં પહેલા 200 લોકોને છૂટ આપવામાં આવી હતી. જેને ઘટાડીને 100 કરી દેવામાં આવી છે.લગ્ન દરમિયાન કોરોના ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી બનાવાયું છે. જોકે લગ્ન પહેલા વરઘોડા અને લાઉડસ્પીકરની મંજૂરી કોઈને પણ ન આપવાનો આદેશ હોવાના પગલે જિલ્લામાં આવી કોઈ મંજૂરી અપાઈ ન હતી. જોકે પાલનપુર શહેરના કૈલાશ નગર વિસ્તારમાં રહેતા પરિવારે તેમજ અન્ય પરિવારે વરઘોડો યોજવા અંગે મંજૂરી માગી હતી જેણે સીટી મામલતદાર નામંજૂર કરી હતી. ઉપરાંત કન્યા પક્ષ દ્વારા પાલનપુરમાં લગ્ન માટેની પરમિશન મંગાવતા અરજી દફતરે કરી હતી. જે ગામમાં લગ્ન થવાના હોય ત્યાં અરજી કરવા જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે પાલનપુર તાલુકામાં મંજૂરી માટે 60 અરજીઓ આવી છે જ્યારે પાલનપુર શહેરી વિસ્તારમાં લગ્ન માટેની સો જેટલી અરજીઓ આવી છે.

200ને પત્રિકા આપી,100ને કઇ રીતે ના પાડવી
શહેરના પોશ વિસ્તારમાં રહેતા પરિવારે જણાવ્યું હતું ક 27 તારીખે 200 જણા ને રિસોર્ટમાં ભોજન માટે પત્રિકા પાઠવી છે. પરંતુ સરકારે માત્ર 100ની મંજૂરી આપી છે જેથી કોને ના પાડવી તે પ્રશ્ન સર્જાયો છે.પરિવાર માંથી માત્ર બે જણને હાજર રહેવા જણાવીને પ્રસંગને પાર પાડવાની કોશિશ કરી છે. "

લગ્ન લખાઈ જાય પછી લગ્ન કરવા જ પડે
પરંપરા અનુસાર લગ્ન એકવાર લખાઈ જાય તે પછી ગમે તેવી પરિસ્થિતી હોય લગ્ન કરવા પડે છે એવો રિવાજ છે.પરિવારના 25 માણસો તો હોવા જોઈએ જેમની જરૂર પડતી હોય છે.મોસાળ પક્ષે પણ લગ્નમાં હાજરી ફરજિયાત હોય છે એવામાં 100નું લિસ્ટ બનાવવું મુશ્કેલ છે.: બાલ કૃષ્ણ શાસ્ત્રી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser