તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બનાસકાંઠાના થરામાં લડતા લડતા બે આખલા અવાવરૂ કુવામાં ખાબક્યા, બંનેના મોત

પાલનપુરએક મહિનો પહેલા
 • બનાવને પગલે આજુબાજુના લોકો અને જીવદયાપ્રેમીઓ દોડી આવ્યા
 • બંને મૃત આખલાઓને બહાર કાઢી દફનવિધિ કરી

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરાના બુકોલીયા વાસ વિસ્તારમાં બે આખલાઓ કુવામાં ખાબકતા મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ભરબજારમાં બે આખલાઓ સામ સામે શિંગડા ભરાવી દ્વંદ્વ યુદ્ધ કરવા લાગ્યા હતા લડતા લડતા બંને આખલા રોડની સાઈડમાં આવેલા અવાવરૂ કુવામાં ખાબક્યા હતા.

બંને આખલાઓ ઝઘડતાં ઝઘડતાં રોડની સાઈડમાં આવેલા અવાવરૂ કુવામાં ખાબકતા બંને આખલાઓને ગંભીર ઈજા પહોંચતા અને ગૂંગળામણને કારણે બંને આખલાઓનું કુવામાં જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આજુ બાજુના લોકો અને જીવદયાપ્રેમીઓ આવી પહોંચ્યા હતા અને બંને મૃત આખલાઓને દોરડા વડે બાંધી બહાર કાઢી દફનવિધિ કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો