તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અમીરગઢના કપાસિયા ઘાંટા પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા બે બાઈક સવાર મિત્રોના મોત

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઇ ગયો
  • અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી

રાજસ્થાનની સરહદને આવેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કપાસિયા પાસે બાઈકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક પર સવાર બે મિત્રોના કરુણ મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. બનાવવા પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમા આજે સવારે કપાસિયા ઘાંટાના સિંગલ રોડ પર બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બાઈક પર સવાર બે યુવાકના મોત નિપજ્યા હતા.

અમીરગઢ પોલીસના જણાવ્યા મુજબ, કપાસીયાના રસ્તાથી બે યુવકો બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જી ત્યાંથી ભાગી છૂટયો હતો. અકસ્માતનો ભોગ બનેલા ગોબરાજી શામળાજી વાલેરા અને મોહનજી હરીજી કુમારેચા (રહે. ધનપુરા, તા. અમીરગઢ)નું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતનો જાણ થતાં કપાસિયા ચેકપોસ્ટ પર ફરજ બજાવતા મહેન્દ્રસિંહ દોડી આવ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...