ધરપકડ:બનાસકાંઠાના આગથળાના કાતરવા ગામ પાસેથી ટેન્કરમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો, બે લોકો પકડાયા

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેન્કરમાંથી LCB પોલીસે રૂપિયા 6.93 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે. જેને લઇ રાજસ્થાનથી ગુજરાતમાં મોટી સંખ્યામાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. દારૂ ઘુસાડવા માટે અવનવા પેતરા રચી વાહનોમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે. ત્યારે બનાસકાંઠા પોલીસ પણ આવા દારૂની ખેપ મારનારા લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે.

દારૂ અને ટેન્કર સહિત 37,22,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

ગતરોજ આગથલાના કાતરવા નજીક LCB પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં રાજસ્થાનથી આવતા એક ટ્રકની તલાસી લેતાં ટેન્કરમાંથી દારૂ ઝડપાયો હતો. રાજસ્થાનથી ગુજરાતમાં ટેન્કર દ્વારા આ વિદેશી દારૂ લવાતો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે ટેન્કરમાંથી 6,93,200 રૂપિયાની કિંમતની દારૂની 1733 બોટલો જપ્ત કરી હતી. પોલીસે વિદેશી દારૂ અને ટેન્કર સહિત 37,22,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે રાજસ્થાનના બાડમેરના બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...