તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામ રાખે એને કોણ ચાખે:બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ બે અકસ્માત, 4 લોકોનો આબાદ બચાવ

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇકબાલગઢ હાઇવે પર અચાનક હાઇવે પર ભેંસ આવી જતાં કાર પલ્ટી થરાદ-ડીસા હાઇવે પર ચિત્રોડા પાટિયા નજીક અકસ્માત સર્જાયો

બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી જેમાં ઇકબાલગઢ હાઇવે પર પુર ઝડપે આવતી કાર હાઇવે પર અચાનક ભેંસ વચ્ચે આવતા પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. બીજી તરફ ડીસા-થરાદ હાઇવે પર ચિત્રોડા પાટિયા નજીક સ્વીફ્ટ ગાડી ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં બે અલગ અલગ જગ્યાએ અકસ્માતની ઘટના સામે આવી છે. અમીરગઢ તાલુકના ઇકબાલગઢ હાઇવે પર રાજસ્થાન તરફથી એક કારને રાત્રીના અચાનક ભેંસ વચ્ચે આવી જતા ગાડી ભેંસ સાથે ટકરતા ગાડી પલ્ટી મારી જતા આજુબાજુના સ્થાનિકો દોડીઆવી ગાડીમાં સવાર લોકોને બહાર નીકળી નજીક ન હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગાડી ભેંસ સાથે ટકરતા ભેંસનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. બનાવના પગલે એલ એન્ડ ટી વિભાગ અને અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તાપસ હાથ ધરી હતી.

બીજી તરફ ડીસા-થરાદ હાઇવે પર ચિત્રોડા પાટિયા નજીક એક સ્વીફ્ટ ગાડીના ચાલકને અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડની સાઇડમાં દૂર જઈને પલ્ટી મારતા જ આજુબાજુના લોકો દોડી આવી ગાડીમાં સવાર લોકોને બહાર નીકળ્યા હતા. જોકે, અકસ્માત ના ગાડીને મોટું નુકસાન પહોંચ્યું હતું પણ મોટી જાનહનિ ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...