પાલનપુર નગરપાલિકાએ બીયુ પરમિશન અને ફાયર એનઓસી માટે 2 વાર સર્વે કર્યો હતો અનેક વાર નોટિસો પાઠવી હતી અને ગાંધીનગર ફાયર ઓફિસથી રૂબરૂ સ્ટાફ આવીને કેમ્પ કરવા છતાં 200 હોસ્પિટલ સામે માત્ર 13 હોસ્પિટલ જ NOC મેળવવામાં સફળ થઈ છે. જોકે પાલનપુર શહેરમાં સૌથી વધુ હોસ્પિટલ જ્યાં આવેલી છે તે ડોક્ટર હાઉસ વિસ્તારમાં કેટલીક હોસ્પિટલ્સને એન.ઓ.સી અપાય તેવી સ્થિતિ નથી.
પાલનપુરમાં ફાયર સેફ્ટીની સુવિધા ને લઇ હોસ્પિટલના સંચાલકો હજુ સુધી ગંભીરતા કેળવતા નથી થોડા દિવસો અગાઉ ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા કેમ્પ કરીને હોસ્પિટલ કુલ કોચિંગ સેન્ટર અને ઔદ્યોગિક એકમોને ફાયર noc મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું કે પાલનપુર નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલા તમામ વાણિજ્ય ઇમારતો હોસ્પિટલ ને ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફટી મેજર્સ એક્ટ હેઠળ રિજિયોનલ ફાયર ઓફિસર દ્વારા જાહેર નોટીસ પાઠવીને ફાયર noc મેળવવા તાકીદ કરવામાં આવી છે.
હાલમાં પાલનપુર શહેરના એરોમા સર્કલ પાછળ વિસ્તાર ડીસા હાઈવે વિસ્તાર તેમજ ગઠામણગેટ વિસ્તારમાં મળી 13 NOC ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા અપાઇ છે. કેટલીક હોસ્પિટલ ઁજાણ બહાર એન.ઓ.સી મેળવી હોય તે વિગત અમારી પાસે ઉપલબ્ધ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.