તુલસી વિવાહ:ડીસાના માલગઢની દ્વારકાધીશ હવેલી મંદિરમાં વિશાળ શોભાયાત્રા સાથે તુલસી વિવાહ યોજાયા

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે રાત્રે દાંડીયા રાસની રમઝટ જામી હતી, આજે વિશાળ શોભાયાત્રા નિકળી હતી

બનાસ નદીના કિનારે આવેલા માલગઢ સ્થિત શ્રી ભગવાન દ્રારકાધીશ હવેલી ખાતે છઠ્ઠો તુલસી વિવાહ ધામધુમથી ઉજવાઈ રહ્યો છે. પાટે બેસવાની વિધિ બાદ દાડીયા રાસ અને આજે ભવ્ય શોભાયાત્રા સાથે તુલસી વિવાહ કરવામાં આવ્યાં હતાં.

ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં શ્રી દ્વારકાધીશ હવેલી મંદિરમાં છઠ્ઠો ભવ્ય તુલસી વિવાહ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જેમાં શુક્રવારે સવારે પાટે બેસાડવાનું મૂહુર્ત શાલીગ્રામજી અને તુલસીજીનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે શુક્રવારે રાત્રે દાંડીયા રાસ યોજાયા હતા. જેમાં ભાવિક ભક્તો દાંડીયા રાસમાં મોડી રાત સુધી ઝૂમી ઉઠયા હતા.

બનાસકાંઠાના પ્રથમ શ્રી દ્વારકાધીશ હવેલી મંદિરે કારતક સુદ-અગિયારસને રવિવારના મંગલ દિવસે સાંજે 06-15 કલાકે ગોધૂલિક વેળા ભગવાન શાલિગ્રામજી સંગ તુલસીજી-વૃંદાજીનો શુભ વિવાહ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે અગિયારસના દિવસે બપોરે દોઢ વાગ્યે ભગવાન દ્વારકાધીશની શોભાયાત્રા નીકળશે અને સાંજે સાત વાગ્યે સાત્વિક ભોજન મહાપ્રસાદીનું આયોજન કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...