બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં પાલનપુર તરફથી કોલસી ભરીને આવી રહેલા ટ્રક ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક બેકાબૂ બની રોડની સાઈડમાં ખાબકી હતી.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક પાલનપુર તરફથી કોલસી ભરીને જતા ટ્રક ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જો કે ડ્રાઈવરે અચાનક સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બેકાબૂ બની ટ્રક રોડની સાઈડમાં ખાબકી હતી. ટ્રક ખાબકતાં જ ટ્રકમાં ભરેલી કોલસી રોડની સાઈડમાં વેરાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે અકસ્માતની જાણ અમીરગઢ પોલીસને થતા અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. જો કે અકસ્માતમાં ડ્રાઇવર અને ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો પરંતુ ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.