તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડીસાના બનાસ પુલ પાસે ટ્રક ચાલકે ફોર્ચ્યુનર ગાડીને અડફેટે લેતાં અકસ્માત, જાનહાનિ ટળી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાણીતા વકીલ કૈલાસ માળીની ગાડીને અકસ્માત નડ્યો

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે ડીસામાં બનાસ પુલ પાસે જાણીતા વકીલ કૈલાસ માળીની ફોર્ચુનર ગાડીને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી હતી.

વકીલ કૈલાશ માળી અને તેમનો ડ્રાઇવર ફોર્ચ્યુનર ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક ટ્રક ચાલકે તેમની ગાડીને અડફેટે લેતાં ફોર્ચ્યુનર ગાડી પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો.

ડીસાના જાણીતા વકીલ કૈલાસ મળીને ગાડી અને ટ્રક વચ્ચે ડીસા બનાસ પુલ પર અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જોકે, ટ્રક ચાલકે ફોરચુનર ગાડી અડફેટે લેતા વકીલની ગાડી પલટી ખાઈ ગઈ હતી અને ગાડીને મોટાભાગે નુકસાન પહોંચ્યું હતું. વકીલ કૈલાસ મળી અને તેમના ડ્રાઇવરને સ્થાનિક લોકોએ ગાડીમાંથી હેમખેમ બહાર નિકાળ્યા હતા. અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...