સુરક્ષા:ઝાલોદથી ભૂલી પડેલી યુવતીને ટ્રકચાલકે રસ્તામાં ઉતારી દીધી,અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થુર ગામે પહોંચેલી પરિણીતાના પરિવારજનો આવે ત્યાં સુધી સુરક્ષા અપાઈ

ઝાલોદથી ભૂલી પડેલી પરિણીતા ઉ.ગુ.માં પહોચી ગઇ હતી. તેણીને પાલનપુર - અંબાજી હાઇવે ઉપર ગુરૂવારે મોડીરાત્રે ટ્રક ચાલકે ઉતારી દેતાં તે નજીકના થુર ગામે પહોંચી હતી. આ અંગે એક વ્યકિતએ 181 અભયમને જાણ કરતાં ટીમે શુક્રવારે સવારે તેણીને પાલનપુર લાવી સુરક્ષા પ્રદાન કરી સાંજે દાહોદથી આવેલા વાલી વારસોને સોંપી હતી. થુર ગામેથી શુક્રવારે એક અજાણી મહિલા મળી આવી હતી. જેને બનાસકાંઠા 181 અભયમ દ્વારા પરિવાર સાથે ભેટો કરાવાયો હતો. આ અંગે પાલનપુર 181ના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું કે, કોલ મળતાં મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતા સાથે ગામમાં ગયા હતા.

જ્યાં તેણીનું નિવેદન લેતાં જાણવા મળ્યું કે, ઝાલોદના સોનાબેનના લગ્ન લીમજીભાઇ વીરકાભાઇ ભોહા સાથે થયા હતા. જોકે, પાંચ દિવસ અગાઉ ઘરેથી નીકળ્યા પછી ભૂલી પડી ગઇ હતી. જુદાજુદા વાહનોમાં બેસી ઉત્તર ગુજરાતમાં આવી ગઇ હતી. દરમિયાન ગુરૂવારે રાત્રે ટ્રકમાં બેસીને પાલનપુર- અંબાજી હાઇવે ઉપર પસાર થઇ રહી હતી. ત્યારે ટ્રક ચાલકે તેણીને ટ્રકમાંથી નીચે ઉતારી દીધી હતી. જે નજીકના થુર ગામે પહોંચી ગઇ હતી. આ અંગે એક વ્યિકતએ 181ને કોલ કરતાં ગામમાં પહોંચી જેને અમો પાલનપુર લઇ આવ્યા હતા. અને સુરક્ષા પ્રદાન કરી હતી. જ્યાં મોડી સાંજે તેના પરિવારજનો પાલનપુર આવતાં તેમને સહિ સલામત સોંપી હતી.

ગૂમ સુદાની ફરિયાદ નોંધાવી હતી
સોનાબેન તારીખ 24/09/2021ના રોજ ઘરેથી ગૂમ થયા હતા. જેને શોધવા સોશિયલ મિડીયામાં પોસ્ટ મુકવામાં આવી હતી. જોકે, કોઈ પત્તો ન મળતાં આ અંગે તેમના પરિવારજનોએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી. દરમિયાન બનાસકાંઠા 181ની ટીમે તેમને સહી સલામત સોંપતા પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...