તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ટ્રક,બસ, જેસીબીના બાકી ટેક્સ વસૂલવા આરટીઓ ટીમ ત્રાટકી

પાલનપુર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 45 વાહનો શોધી રૂ.11.72 લાખ વસુલ કરાયા, 2533 વાહનોના 9.28 કરોડ બાકી ટેક્સ માટે નોટિસ ફટકારી

ટ્રક બસ જેસીબી સહિત જુદા જુદા વાહનોના બાકી ટેક્સ વસૂલવા આરટીઓ ટીમ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ કરી 45 વાહનો શોધી 11.72 લાખ વસુલ કરવામાં આવ્યા છે. પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ એ બનાસકાંઠા જિલ્લાના 2533 વાહનોના 9.28 કરોડના બાકી ટેક્સ માટે વાહનમાલિકોને નોટિસ પાઠવી છે.રાજ્ય પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશનર કચેરીની સૂચનાથી હાલમાં વિશેષ ડ્રાઇવનું આયોજન કરી ટેક્સ ડિફોલ્ટર્સ વાહનોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગતો આપતા વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં માલવાહક ટ્રક ડમ્પર ટ્રેલર સહિતના 1518 વાહનોના 6.10 કરોડ વસૂલવા, 81 બસ માલિકોને 37.88 લાખ વસુલવા, પેસેન્જર મેક્સી વાહનો 209ના 2 કરોડ વસૂલવા, 100 ખાનગી વાહનોના 13 લાખ વસૂલવા, તેમજ જેસીબી હિટાચી સહિતના 625 સાધનોના 65 લાખથી વધુ વસૂલવા નોટિસ પાઠવી છે. 45 વાહનોના 11.72 લાખનો બાકી ટેક્સ વસુલ કરાયો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો