ત્રિપલ અકસ્માત:ડીસા-પાલનપુર હાઇવે પર ટ્રક, બાઈક અને ટ્રેક્ટર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો, બાઈક સવાર ઈજાગ્રસ્ત

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘાયલ બાઈક સવારને નજીકની હોસ્પિટલ ખસેડાયો
  • અકસ્માત સર્જાતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા

ડીસા-પાલનપુર હાઈવે ઉપર ટ્રક, બાઈક અને ટ્રેક્ટર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થતાં તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે ગુરૂવારે ડીસા-પાલનપુર હાઇવે ઉપર ભોંયણ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ટ્રક, બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, અકસ્માત સર્જાતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ઘાયલ બાઈક સવારને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

હાઈવે પર અકસ્માતના પગલે ટ્રાફિક સર્જતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ હાથ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...