તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પાલનપુરથી સાબરમતી સુધી રૂ.60માં લોકલ ટ્રેનમાં રીઝર્વેશન વગર મુસાફરી

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાલ ટ્રેનમાં માત્ર 150થી 200 મુસાફરો મુસાફરી કરે છે

પાલનપુરથી સાબરમતી સુધી જ 60 રૂપિયામાં લોકલ ટ્રેનમાં રીઝર્વેશન વગર મુસાફરી માટેની સેવા કેટલાક દિવસોથી શરૂ થઈ હોવા છતાં મુસાફરો હજુ આવતા નથી. સાબરમતીથી ખાનગી વાહન મોંઘું પડતા પાલનપુરના વેપારી વર્ગ ટ્રેનના બદલે શટલીયા વાહનમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે જ્યારે કેટલાક જાણકારીના અભાવે ટ્રેનનો ઉપયોગ ટાળતા હતા. જોકે હાલ ટ્રેનમાં માત્ર 150 થી 200 મુસાફરો જ મુસાફરી કરે છે,

રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ વેપારીઓ દ્વારા ખરીદી અર્થે અમદાવાદ જવા નિયમિત ટ્રેન સેવાનો ઉપયોગ કરતા હતા પરંતુ વૈશ્વિક મહામારી કોરોના પગલે લોકલ ટ્રેનો બંધ કરી દીધા બાદ હવે કેટલીક ટ્રેનો શરૂ કરવામાં આવી છે જેમાં સ્પેશિયલ ટ્રેનો અને લાંબાગાળાની ટ્રેનોમાં રિઝર્વેશન ફરજિયાત છે જ્યારે જોધપુર સાબરમતી આબુરોડ સાબરમતી લોકલ ટ્રેનમાં રિઝર્વેશનની જરૂર નથી. રેલવે વિભાગના સુત્રોએ જણાવ્યુ કે "પાલનપુર રેલવે સ્ટેશન પરથી દરરોજ સવારે રોજના 150 થી 200 મુસાફરો સાબરમતી માટે મુસાફરી કરે છે હાલમાં પાલનપુર થી સાબરમતી સુધીનું ભાડું 60 રૂપિયા છે.

અમદાવાદ જવા સાબરમતી ઉતરવું પડે છે
કાલુપુર રેલવે સ્ટ્રેશન ટર્મિનલ બનતું હોવાથી ઉત્તર ગુજરાતની ટ્રેનો સાબરમતી જંકશન સુધી જ જઇ શકશે, એટલે તમામ મુસાફરોને સાબરમતી ઉતરવામાં આવે છે જ્યાંથી રિક્ષા, સીટી બસ કે અન્ય વાહન દ્વારા અમદાવાદના ગંતવ્ય સ્થાન પર પહોંચે છે.

હાલમાં આ ટ્રેનોમાં રિઝર્વેશનની જરૂર નથી
●આબુરોડ સાબરમતી ( વાયા પાલનપુર,મહેસાણા)
જોધપુર-સાબરમતી (વાયા પાલનપુર,મહેસાણા)
પાલનપુર જોધપુર (વાયા ધાનેરા,ભીલડી)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો