તપાસ:પાંથાવાડામાં થાંભલા સાથે ફાંસો ખાધેલી યુવાનની લાશ મળી આવી,ભાઈએ હત્યાની આશંકા દર્શાવી

પાંથાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘટનાને પગલે લોકો એકઠા થઈ ગયા હતા. - Divya Bhaskar
ઘટનાને પગલે લોકો એકઠા થઈ ગયા હતા.
  • પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરી લાશ લેવાનો ઇન્કાર કરતાં પોલીસમાં દોડધામ મચી
  • મૃતકના ભાઈએ યુવાનના બે સાળા,ખેતર માલિક તેમજ પત્ની પર હત્યાની આશંકા વ્યક્ત કરી

પાંથાવાડા હાઈવે પર ખેતરમાં સોમવારે વીજથાંભલા સાથે ભાગીયાની ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશે રહસ્ય સર્જયુ છે.મૃતકના ભાઈએ હત્યાનો આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કરતાં 12 કલાક સુધી થાંભલા સાથે લાશ લટકતી રહી હતી.દરમિયાન પોલીસે મોડીસાંજે લાશ ઉતારી અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા.મૃતકના ભાઈએ યુવાનના બે સાળા,ખેતર માલિક તેમજ પત્ની પર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.

પાંથાવાડામાં સાંતરવાડાના મશરૂભાઇ પટેલના ખેતરમાં રાજસ્થાન મગરીવાડાના રહેવાસી પ્રકાશભાઈ હંસાભાઈ માજીરાણા ભાગીયા તરીકે કામ કરતાં હતાં. ત્યારે વહેલી સવારે બાજુના ખેતરમાં આવેલ વીજથાંભલા પર દોરીવડે ફાંસો ખાધેલી પ્રકાશભાઈની લટકતી લાશ મળી આવી હતી. જયાં સોમવારે વહેલી સવારે પ્રકાશભાઇને આ હાલતમાં જોતાં પત્ની ગંગાબેન માજીરાણાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં જ પાંથાવાડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. બીજી તરફ રાજસ્થાનના મગરીવાડાથી પ્રકાશભાઇના પરિવારજનો પહોંચતા જ તેમણે લટકતી લાશ જોતાં જ હત્યાનો આરોપ લગાવી લાશ સ્વીકારની ના પાડતા મોડી સાંજ સુધી લાશ થાંભલે લટકતી રહી હતી.

જે મોડી સાંજે 12 કલાક બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી લાશને થાંભલા ઉપરથી ઉતારી સીએસચીમાં પીએમ અર્થે લઇ જવાઇ હતી. જો કે, પરિવારજનો પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રી સુધી બેસી રહ્યા અને હત્યાનો ગૂનો ન નોંધાય ત્યાં સુધી લાશ ન સ્વીકારતાં લાશ પાંથાવાડા સીએસચીમાં પોસ્ટ મોર્ટમ રૂમમાં પડી રહી હતી.આ લખાય છે ત્યાં સુધી લાશ સ્વીકારાઈ નથી.

મૃતકના સાળા,ખેતર માલિક હેરાન કરતા
મૃતક પ્રકાશભાઇના ભાઇ મુકેશભાઇએ પાંથાવાડા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી. જેમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ‘મૃતકના સાળા કાંતીભાઇ અને રમેશભાઇ માજીરાણા તેમજ ખેતર માલિક મશરૂભાઇ પટેલ ખેતી બાબતે હેરાન-પરેશાન કરતાં હતા. તેમજ મૃતકની પત્ની ગંગાબેનને ચઢામણી કરી ઘરમાં ઝઘડા કરાવતાં હોવાથી તેમના ઉપર હત્યાના આક્ષેપ કરી શંકા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...