તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ પાલનપુર વોર્ડ નં-6:કચરાના ઢગલા, ટ્રાફિકની સમસ્યા અને ગટરોથી લોકો ત્રાહિમામ

પાલનપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડીસામાં બે કરોડના - Divya Bhaskar
ડીસામાં બે કરોડના

પાલનપુર વોર્ડ નંબર 6માં જામપુરા વિસ્તારમાં રહીશોને પીવાનું પાણી માટે ચાર ફૂટ ખાડામાં ઉતરવું પડે છે. અને ન છૂટકે મોટર લાગગવી પડે છે. બીજી તરફ શહેરમાં ગઠામણ થી રેલવે પુલ સુધી ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પથ્થર સડક વિસ્તરમાં તો ગટરમાં જ જીઈબીનો થાંભલો ઉભો કરાવી દેવાયો છે. ત્યાં સાંકડો રસ્તો હોવાથી રિક્ષાઓનો ત્રાસ વધી ગયો છે. બીજી તરફ વોર્ડ નંબર 6માં કચરાના ઢગ તેમજ પાણી અને ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ સમસ્યાનો હલ ન થતાં લોકોએ કામગીરી પર સવાલો ઊઠાવ્યા હતા.

વોર્ડ નંબર ના વિસ્તાર
ખાદી ભંડાર, કીર્તિસ્તંભ, વોરા સમાજ ,એસટી સ્ટેન્ડ, તાલુકા પંચાયત ,મોદી કુંજ, પંચરત્ન, કબ્રસ્તાન,ઠાકોર વાસ ,પ્રજાપતિ વાસ ,ભીલવાસ ,પંચાલ વાસ,ગાંધી શેરી ,માળીવાસ દિલ્હી ગેટ ,જૈન ધર્મશાળા, સિંધી સોસાયટી ,આનંદ સોસાયટી ,ઇદગા રોડ ,અંબિકાનગર ,મીની અંબિકાનગર ,પટેલ સ્મશાન ,વૃંદાવન, મહાવીર ફ્લેટ, સંસ્કાર સોસાયટી, ગંજ બજાર ,રામલીલા મેદાન

વોર્ડ નંબર 6ના મતદાર
વોર્ડ નંબર 6ના મતદારોમાં પુરુષ 5335 પુરુષ 5179 મહિલાઓ એમ મળી કુલ 10514 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

પથ્થર સડક પાસે રિક્ષાઓનો ખડકલો
હિરાણી માતા સ્થાનક જોડે જાહેરમાં કચરો તેમજ ગંદકી જોવા મળે છે. અને નજીકમાં રહેણાંક મકાન હોવાથી બીમાર થવાની શક્યતા સેવાઈ રહી છે. પથ્થર સડક પાસે સાંકડો રસ્તો હોવાથી રિક્ષાઓનો ત્રાસ વધી ગયો છે એમ શનીભાઈ ગોહિલે જણાવ્યું હતું.

ધરોઈની પાણીની માંગણી
અંજલિ બંગ્લોઝમાં 100 ઘરની સોસાયટી છે.અમારે પોતાનું પાણીનું ટાંકુ છે. ધરોઈની પાણીની પાઇપની માંગણી કરી છે પણ આવી નથી તેમ ઉષાબેન એસ પટેલે જણાવ્યું હતું.

પીવાનું પાણી મોટરથી લાવવું પડે છે
સીટીલાઇટ પાછળ આવેલા જામપુરામાં પીવાના પાણી માટે ચાર ફૂટ ખાડામાં ઉતરવું પડે છે. છતાં પાણી આવતું નથી. ન છૂટકે મોટરથી પાણી લાવવું છે એમ સુભાષભાઈ મેણાંએ જણાવ્યું હતું.

સુથારવાસમાં હલકી ગુણવત્તાનો રોડ રહીશો પરેશાન
સુથારવાસમાં થોડા દિવસ પહેલા આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા વાળો રોડ બનાવવામાં આવતો હોવાના આક્ષેપો કરી સુથાર વાસના રહીશો વિરોધ કરી કામ અટકવાયું હતુ. જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

શહેરમાં ટ્રાફિકની મોટી સમસ્યા
પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો પરેશાન થઇ ચુક્યા છે. જેમ ગઠામણ થી છેક રેલવે પુલ સુધી ટ્રાફિક રહે છે. રીક્ષા જ્યાં ત્યાં પાર્ક કરેલી નજરે પડે છે. કલાકો સુધી ટ્રાફિક સ્થિર રહે છે. હવે સ્કૂલે જવામાં બાળકોમાં વિલંબ પડે છે તેમ મહેશભાઈએ જણાવ્યું હતું.

ગટરોની સમસ્યા એમની એમ
ચામુંડાવાસમાં નવીન રોડ બનતા ગટરો દબાઈ ગઈ છે. એટલે ગટરોનું દુષિત પાણી જાહેર માર્ગો પર આવે છે તેમ પરબતભાઇ ઠાકોર અને રાજુભાઈ ડાભીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો