સમસ્યા:પાલનપુરમાં છાશવારે રિક્ષાઓ બંધ પડતાં ટ્રાફિક જામ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના મુખ્ય માર્ગો પર હાલમાં દિવાળીની ખરીદી માટે ભારે ભીડ રહે છે તેવામાં છાશવારે રિક્ષાઓ બંધ પડતાં વારંવાર ટ્રાફિક જામ થાય છે. કિલોમીટર પૂરા થઈ ગયેલી રિક્ષા રેલવે ઓવરબ્રિજ પર અવારનવાર ખોટવાઈ જાય છે જેના લીધે આવી રિક્ષાઓ પુલ પરથી પસાર ના કરવા ટ્રાફિક કર્મીઓએ તાકીદ કરી છે. પાલનપુરમાં 5 હજારથી વધુ રિક્ષાઓ ફરી રહી છે. શહેરમાં ફરતાં અવકાશી નજારા માત્ર પીળા હુડ દેખાય છે. શહેરમાં રોજ રોજ નવી રિક્ષાઓ ઉમેરાય છે, ઉપરાંત તાલુકાના 30 વધુ ગામો શહેરથી કનેક્ટ હોવાથી રિક્ષાઓ દ્વારા અવરજવર પણ રહે છે.

શહેરમાં હાલમાં તમામ માર્ગો ઉપર ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે તેવામાં સૌથી વધુ ભીડ પાલનપુર રેલવે ઓવરબ્રિજ પર રહે છે જ્યાં બ્રિજ નું સમારકામ ચાલતું હોવાથી અવાર-નવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. અધૂરામાં પૂરું શહેરના અમીર રોડ ચાર રસ્તાથી લઇ ગઠામણ દરવાજાના માર્ગ પર પણ ટ્રાફિક જામના લીધે વાહન વ્યવહાર અટવાઈ જાય છે. તસ્વીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...