તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીકેન્ડ લોકડાઉન:પાલનપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓ શનિ-રવિ દરમિયાન સ્વયંભૂ બજાર બંધ રાખશે

પાલનપુર5 દિવસ પહેલા
 • પાલનપુરમાં હાલ 150 કરતા વધુ એક્ટિવ કેસ

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં બીજા રાઉન્ડમાં આવેલ કોરોના કહેર વરસાવી રહ્યો છે ત્યારે કોરોના ના કેસો વધતા હવે વેપારીઓ સ્વયંભૂ બંધ પાળતા થયા છે. જીલ્લા મથક પાલનપુર પણ કોરોના નું હોટસ્પોટ બનતા તંત્ર એ ગંભીરતા દાખવી છે અને આજે નગરપાલિકા ના ચીફ ઓફિસરની સાથેની મિટિંગમાં વેપારીઓએ શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા 10 દિવસ થી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે બનાસકાંઠા નું જીલ્લા મથક પાલનપુર પણ કોરોના નું હોટસ્પોટ બની ગયું છે. છેલ્લા અઠવાડિયાથી જે પ્રકારે પાલનપુર શહેરમાં કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. તેને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે જે અંતર્ગત આજે નગરપાલિકા ના ચીફ ઓફિસર સતીશ પટેલની આગેવાનીમાં પાલનપુર વેપારી એસોસીએશન સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં કોરોના કઈ રીતે અટકાવી શકાય તેની ચર્ચા થઈ હતી.

આ બેઠક દરમિયાન વેપારીઓએ સ્વયંભૂ શનિવાર અને રવિવાર ના દિવસે પાલનપુર બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. વેપારીઓનું કહેવું છે કે જે પ્રકારે કોરોના નું સંકટ પણ વધી રહ્યું છે. તેને અટકાવવા માટે આગામી શનિવારે અને રવિવારે તેઓ સ્વયંભૂ બંધ પાળશે. જીલ્લા મથક પાલનપુરમાં અત્યારે 152 કોરોના પોઝીટીવ એક્ટિવ કેસ છે. જ્યારે જીલ્લા માં 321 લોકો એક્ટિવ કોરોના પોઝીટીવ છે. પાલનપુર શહેરમાં કોરોના ની ચેન તોડવા માટે વેપારી અને તંત્રએ સાથે મળી શનિવાર અને રવિવારના દિવસે સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો