તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓની માંગ:પાલનપુરના કાપડ,ફૂટવેર, રેડીમેડ, કટલરી સહિતના વેપારીઓ બજારો ખોલવા મક્કમ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાં તો સજ્જડ લોકડાઉન આપો અથવા વેપાર-ધંધા કરવાની છૂટ આપો, આજે કલેકટરને રજૂઆત કરાશે

પાલનપુરના ફૂટવેર, રેડીમેડ, કટલરી સહિતના વેપારીઓ બજારો ખોલવા મુદ્દે અડીખમ બન્યા છે. વેપારીઓ કાંતો સજ્જડ લોકડાઉન આપો અથવા વેપાર-ધંધા કરવાની છૂટ આપો તેવી આજે કલેકટરને રજૂઆત કરશે. વેપારી આગેવાનોએ જણાવ્યું હતુંકે ગુરુવારે સવારે જુદા જુદા એસો.ના વેપારીઓ આ મુદ્દે એકઠા થઈને રજુઆત કરવામાં આવશે. રૂપેશ ગુપ્તા નામના સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે " જે લોકડાઉન અત્યારે ચાલી રહ્યું છે તે ખાલી રેડીમેડ, ઈલેક્ટ્રોનિક, બૂટચપ્પલ, કાપડ, કટલરી, સોના ચાંદી જે પણ દુકાનો જેને સરકાર દ્વારા ખોલવાની છૂટ નથી આપી એજ બંધ છે બાકી તો પ્રજા બજારોમાં ફરે છે .

આજે કિર્તી સ્તંભ વિસ્તારમાં વહેપારીઓ એકત્રિત થયા હતા. જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે ગુરુવારે ચમનબાગ બગીચામાં 11 વાગે જે વેપારીઓ આ લોકડાઉનમાં પોતાનો ધંધો ખોલી શકતા નથી એ બધા એકત્રિત થઈ પાલનપુર માં સંપૂર્ણ લોકડાઉન રાખો કાતો પછી વેપારીઓ ને ધંધો કરવા માટે સવારે 8 થી સાંજે 4વાગે નો સમય આપવામાં આવે.

વેપાર બંધ થઈ જતાં હાલમાં આવક બંધ છે
પાલનપુર નગરપાલિકાના કહેવાથી શરૂઆતમાં સ્વંયભૂ લોકડાઉનમાં સાથ સહકાર આપ્યો છે,પરંતુ અમારી ઇલેક્ટ્રિકલ દુકાનમાં એક ગ્રાહક પછી શાયદ કલાક બાદ કોઈ ગ્રાહક આવતું હોય છે.ત્યારે હમણાં લોકડાઉન હોવાથી કોઈ ઇન્કમ આવતી નથી. સરકાર નિષ્ફળ નીવડી છે. - વસંતભાઈ આચાર્ય-ઇલેક્ટ્રિકલ પ્રમુખ

નાના વેપારીઓને વ્યાપક નુકસાન
છેલ્લા 20 દિવસથી ધંધા રોજગાર બંધ છે,ત્યારે નાના વેપારીઓને જીવન ગુજારવું મુશ્કેલ બની ગયું છે.ત્યારે રેડિમેન્ટ ,સોના ચાંદી, સ્પેર્સપાર્ટ્સ એ લોકોને પણ દુકાનો ખોલવામાં આવે તોજ એમના પરિવારનું ગુજરાન ચાલી શકે છે.આ માટે અમે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવાના છીએ. - અશોકભાઈ મહેશ્વરી-સીઝનેબલ

વસ્તુ લેવામાં લોકોને તકલીફ પડી રહી છે
પાલનપૂર નગરપાલિકા દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું.પરંતુ બજારમાં લોકોની અવરજવર ચાલુ છે,પરંતુ હાલમાં લોકોના મોત નીપજે છે ત્યારે એમના મૃત્યુના બારમા દિવસે જે ચીજ વસ્તુઓની જરૂર પડતી હૉય છે તેના માટે લોકો તકલીફમાં મુકાયા છે તો એમના માટે દુકાનો ખોલાવવાવા આવે તેવી માંગ છે. - રૂપચંદભાઈ ભાગવાણી-કાપડ બજાર એસો,પ્રમુખ

સરકારને લોકોની કઈ નથી પડી
કોરોનાના કેસ વધતા લોકડાઉનમાં સરકારને સાથ સહકાર આપ્યો છે. છેલ્લા 20 દિવસથી બજાર બંધ હોવાથી લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો છે.લોકોને ભૂખના લાગે તે માટે ગોળીઓ ખાઈ રહ્યા છે.કા તો સરકારે સંપૂર્ણ લોકડાઉન આપી દેવું જોઈએ કાંતો સવારે 8થી 2 વાગ્યા સુધી છૂટછાટ આપી દેવી જોઈએ તોજ નાના વેપારીઓ ફરી ઉભા થઇ શકશે. - પલ્લુંભાઈ ટીલવાણી-ફૂટવેર પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...