તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાલનપુરમાં વાહનની ટકકરથી ઓફીસ આગળ વેપારીનું મોત

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
યુવાનના મોતને પગલે વેપારીઓએ બંધ પાળ્યો હતો. - Divya Bhaskar
યુવાનના મોતને પગલે વેપારીઓએ બંધ પાળ્યો હતો.
 • 5 મહિના પૂર્વે પિતાનું મોત થતા પરિવાર આઘાતમાં હતો ત્યાં જ જુવાનજોધ દીકરાના નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું

પાલનપુરમાં સોમવારે સવારે 9 વાગે અમદાવાદ હાઇવે પર અજાણ્યા વાહનની ટકકરે ઓફીસ આગળ જ ઓટોકન્સલ્ટ યુવાન વેપારીનું નિધન થયું હતું. મૃતક યુવાનના પરિવારમાં 5 મહિના પૂર્વે જ પિતાનું મોત થતા પરિવાર આઘાતમાં હતો ત્યાંજ જુવાનજોધ દીકરાના નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પાલનપુર-અમદાવાદ હાઇવે રોડ પર હોટલ રામદેવ પાસે નયનભાઈ બાબુલાલ પરમારની ઓટો કન્સલ્ટની ઓફીસ આવેલી છે જેઓ પોતાની ટુ વ્હીલર જ્યુપિટર નંબર GJ08CD7009 લઈ ઓફિસની સામેના ભાગમાં પસાર થઈ રહ્યા હતા

મૃતક યુવકની ફાઈલ તસ્વીર
મૃતક યુવકની ફાઈલ તસ્વીર

તે વખતે પાછળથી બોલેરો કેમ્પર ડાલા વાળાએ જોરદાર ટક્કર મારતા નયનભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા પાલનપુરની સિવિલમાં લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મોતના સમાચારને પગલે સમાજના લોકો પાલનપુર સિવિલના પરિસરમાં દોડી ગયા હતા. ઉપરાંત નયનભાઈના મોતના સમાચારને પગલે સદગતના માનમાં વ્યથિત શોપિંગના વેપારીઓએ બંધ પાળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો