તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઇકબાલગઢના ખારા રોડ પર ટ્રેકટર ઇલેક્ટ્રીક થાંભલાને ટકરાતા અકસ્માત સર્જાયો

પાલનપુર2 મહિનો પહેલા
  • ટ્રેક્ટર ટકરાતા ઇલેક્ટ્રિક થાંભલાના નીચેથી બે ભાગ થઇ ગયા
  • ટ્રોલી રસ્તા વચ્ચે પલટી મારતા રોડ પર ટ્રાફિકજામ સર્જાયો

બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતનો વધારો થઈ રહ્યો છે. ત્યારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢથી ટ્રેક્ટરની ટ્રોલીમાં લોખંડના પતરા ભરીને ખારા તરફ જઈ રહેલાં ટ્રેકટરના ચાલકે સ્ટેરિંગ પરથી અચાનક કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

ટ્રેકટરના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડની સાઈડમાં આવેલી ઈલેક્ટ્રીક થાંભલાને ટકરાયું હતું. જોકે, ટ્રેક્ટર ટકરાતા ઈલેક્ટ્રીક થાંભલાના નીચેના ભાગથી બે ભાગ થઈ ગયા હતા, જ્યારે ટ્રેક્ટરની ટ્રોલી રસ્તા વચ્ચે પલટી મારતા રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

ઘટનાને પગલે આજુબાજુના સ્થાનિક લોકો અને પોલીસ આવી પહોંચી હતી અને તરત જ રાહત કામગીરી શરૂ કરી ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું, અકસ્માતથી યુજીવીસીએલને અને ટ્રેક્ટર માલિક ન નુકશાન થયું હતું પણ સદનસીબે મોટી.જાનહાની થતા ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો