ભાસ્કર વિશેષ:ટોપ 10 મહિલા જેમણે દૂધ વેચીને વર્ષે 52થી 88 લાખ રૂપિયાની કમાણી કરી, CEOજેટલી માસિક આવક

પાલનપુરએક વર્ષ પહેલાલેખક: નરેશ ચૌહાણ
  • કૉપી લિંક
ટોપ 10 મહિલા જેમણે દૂધ વેચીને વર્ષે 52થી 88 લાખ રૂપિયાની કમાણી કરી. - Divya Bhaskar
ટોપ 10 મહિલા જેમણે દૂધ વેચીને વર્ષે 52થી 88 લાખ રૂપિયાની કમાણી કરી.
  • 2019-20માં દૂધ ઉત્પાદનમાંથી સૌથી વધુ આવક રળનાર બનાસકાંઠાની મહિલા પશુ પાલકો

બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2019-20માં દૂધ ઉત્પાદનમાંથી સૌથી વધુ આવક રળનાર ટોપ-10 મહિલા ઉત્પાદકોની યાદી અમૂલ ડેરીએ જાહેર કરી હતી. આ મહિલા દૂધ ઉત્પાદકોએ માત્ર દૂધ ઉત્પાદન થકી વર્ષે 52 લાખથી 88 લાખ રૂપિયા એટલે કે માસિક ચાર લાખથી 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરી છે. આ મહિલાઓ દરરોજ 400થી 700 લિટર સુધીનું દૂધનો જથ્થો દૂધ મંડળીમાં ભરાવે છે. પરિવારની દેખભાળની સાથે અત્યંત આયોજનબદ્ધ રીતે તેઓ પશુપાલનનો વ્યવસાય કરે છે.

બનાસકાંઠાની ટોપ 10 દૂધ ઉત્પાદક મહિલાઓ

નામદૂધ ઉત્પાદનકમાણી
નવલબેન ચૌધરી, નગાણા, વડગામ2.21 લાખ કિલો87.95 લાખ
કાનુબેન માલવી, વીજાપુરા (ચારડા), ધાનેરા2.50 લાખ કિલો73.56 લાખ
હંસાબા ચાવડા, જોઈતા, વડગામ2.68 લાખ કિલો72.19 લાખ
ગંગાબેન લોહ, સાગરોસણા, પાલનપુર1.99 લાખ કિલો64.46 લાખ
દેવિકાબેન રબારી, બેવટા, થરાદ1.79 લાખ કિલો62.20 લાખ
લીલાબેન રાજપૂત, ધનાલી, વડગામ2.25 લાખ કિલો60.87 લાખ
બિસમિલ્લાહબેન ઉમતિયા, પુંજપુર, દાંતા1.95 લાખ કિલો58.10 લાખ
સજીબેન ચૌધરી, દીપડા, થરાદ1.96 લાખ કિલો56.63 લાખ
નફીસાબેન આગલોડિયા, મુમનવાસ, વડગામ1.95 લાખ કિલો53.66 લાખ
લીલાબેન ધુળિયા, ચિત્રોડા, વડગામ1.79 લાખ કિલો52.02 લાખ

‘સૌથી વધુ દૂધ ભરાવવાનું સપનું છે’

પ્રથમ ક્રમે આવનાર દૂધ ઉત્પાદક નવલબેને કહ્યુ- મારે 90 ભેંસ અને 60 ગાય છે જેમાંથી 40 ભેંસ છથી સાડા છ ફેટનું દૂધ આપે છે. રોજનું 800 લિટર દૂધ બંને સમયનું ભેગું થાય છે. 10 માણસો રાખ્યા છે. 20 વિઘાના ખેતરમાં ખેતી પણ કરું છું. સહુથી વધુ દૂધ ભરાવવાનું સપનું છે. લૉકડાઉન માં પણ મહિને 2 લાખ જેટલી આવક દૂધમાં થઈ જાય છે.

‘20 વર્ષ પહેલાં ગાયો લીધી, આજે 70 ગાય’
બીજા ક્રમે આવેલાં દૂધ ઉત્પાદક કાનુબેને કહ્યુ- મેં 20 વર્ષ પહેલા ગાયો લીધી હતી. આજે 70 ગાયો અને 30 ભેંસ છે. રોજનું 700 લિટર દૂધ મંડળીમાં ભરાવું છું. કુલ આવક નો 50 ટકા ખર્ચ થઈ જાય છે. આધુનિક ટેકનોલોજી દ્વારા એક સાથે 12 ગાય દોહી શકાય તે માટે મિલ્કીંગ મશીન વસાવ્યું છે.”

અન્ય સમાચારો પણ છે...