વરણી:આજે જિ. પં.ની સમિતિઓના ચેરમેનની વરણી

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષએ ચેરમેનોની નિમણૂંક પ્રક્રિયા અટકાવવા ડીડીઓને રજૂઆત કરી

આજે જિલ્લા પંચાયતની જુદીજુદી સમિતિઓના નવીનચેરમેનની વરણી હાથ ધરાશે, જોકે વિપક્ષના જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેનાએ ચેરમેનોની નિમણૂંક પ્રક્રિયા અટકાવવા ડીડીઓને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત ની સાધારણ સભામાં સમિતિના ચેરમેનની રાજીનામાની ચર્ચા કરવામાં આવી નહોતી જેથી નિયમોનુસાર કાર્યવાહી ન થતાં વાંધો દર્શાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં જુદી જુદી સમિતિના ચેરમેનની ટર્મ પુરી થતા નિયમો અનુસાર રાજીનામાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં કારોબારી ચેરમેન અજમલજી, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન અંબાબેન મકવાણા, ઉત્પાદન અને સહકાર સમિતિના ચમન રાઠોડ, બાંધકામ સમિતિના મુમતાજ બંગલાવાલા, આરોગ્ય સમિતિના વર્ષાબા બારડ, સામાજિક ન્યાય સમિતિના દિનેશ પરમાર અને શિક્ષણ સમિતિના નરસિંહ રબારીએ જિલ્લા પંચાયત પ્રમુખને ઉદ્દેશીને રાજીનામા આપ્યા હતા.

આજે ગુરુવારે 7 સમિતિના નવા ચેરમેનની વરણી કરવામાં આવનાર છે. જોકે બુધવારે જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેનાએ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે " જિલ્લા પંચાયત બનાસકાંઠાની સાધારણ સભામાં બહાલી વગર ચેરમેનોની નિમણૂક થાય તે પંચાયત ધારા મુજબ પણ ભંગ થયો ગણાય. કોઈપણ પ્રકારના એજન્ડામાં જાણ બહાર કામગીરી થઈ હોય તો કે કોંગ્રેસ દ્વારા હાથ ધરાયેલી પ્રક્રિયા અટકાવવા અમારો લેખિતમાં વાંધો છે. જ્યાં સુધી સામાન્ય સભામાં બહાલી ન મળે ત્યાં સુધી નવા ચેરમેનોના નિમણૂકની પ્રક્રિયા અટકાવવા વિનંતી છે.

આ નામો ચર્ચામાં
રવિરાજ ગઢવી, આરોગ્યમાં જયંતીભાઈ વાધણીયા, બાંધકામમાં બાલુબેન ઠાકોર ઉત્પાદન અને સહકાર માં પુરણસિંહ દાવેદાર મનાય છે.જ્યારે શિક્ષણમાં માંગીલાલ પટેલ અથવા હરજીભાઈ પટેલના નામો સૌથી વધુ ચર્ચામાં છે.

અન્ય સમાચારો પણ છે...