તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબિનાર:શૈક્ષણિક સંસ્થાઓને વ્યસન મુક્ત બનાવવા ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ અભિયાન

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનો તમાકુના વ્યસનથી દૂર રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં તમાકુ મુક્ત શાળા વિષયક વેબિનાર યોજાયો

ડબલ્યુ.એચ.ઓ.ના ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વેના અહેવાલ મુજબ 14.6% વિધાર્થીઓ હાલમાં તમાકુનો કોઈપણ સ્વરૂપે ઉપયોગ કરે છે. 4.4% સિગારેટ પીવે છે. 12.5% કેટલાંક અન્ય તમાકુના સ્વરૂપનો ઉપયોગ કરે છે. તમાકુના કારણે દર વર્ષે 13.5 લાખ લોકો મૃત્યુ પામે છે. ધૂમ્રપાનમાં તમાકુ, પાન મસાલા અને માવા ઉત્પાદનો કેન્સર, કોડિયો-વેસ્કયુલર રોગો અને અન્ય નોન-કમ્યુનિકેબલ રોગો (એનસીડી) નું કારણ બને છે

જ્યારે ધૂમ્રપાનના તમાકુ, પાન મસાલા અને તેના જેવા ઉત્પાદનો તથા જાહેર સ્થળોએ થૂંકવાના કારણે ક્ષય રોગ, હેપેટાઈટિસ, ઈન્ફ્લ્યુએન્ઝા, સ્વાઈન ફ્લૂ, ન્યુમોનિયા, ગેસ્ટ્રો-આતરડાનાં રોગો, કોરોના વાઈરસ જેવા જીવન માટે જોખમી ચેપી રોગો ફેલાય છે પરિણામે જાહેર ઉપદ્રવ થાય છે. યુવાનો તમાકુના વ્યસનથી દૂર રહે તે માટે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ, જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ- બનાસકાંઠા અને ફેઈથ ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થામાં “ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ” નું અમલીકરણ થાય અને તમાકુ મુક્ત શાળાઓ બને તે માટે શુક્રવારે વેબિનાર યોજ્યો હતો.

જેમાં શિક્ષણ વિભાગમાંથી બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિરી ર્ડા.નરેન્દ્રસિંહ બી. ચાવડા અને આરોગ્ય એપેડેમીક મેડિકલ ઓફિસર ર્ડા.એન.કે.ગર્ગ અને ફેઈથ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ડાયરેક્ટર સુઝેન સેમસન દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તથા જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, બનાસકાંઠાના સોશિયલ વર્કર અનિલ રાવલે આભારવિધિ કરી કરી હતી. આ વેબિનારમાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગના 180 જેટલા પ્રિન્સિપાલ જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...