• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • To Protect Against Korona, Special Worship Of Birajman Ganapati Was Performed By The Priests Of Ambaji Temple In Chachar Chowk Of The Temple.

પ્રાર્થના:કોરોના સામે રક્ષણ માટે અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા મંદિરના ચાચર ચોકમાં બિરાજમાન ગણપતિની વિશેષ પૂજા-અર્ચના કરાઇ

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માં અંબે સમસ્ત જન સમુદાયની રક્ષા કરે તે માટે પંડિતોએ પ્રાર્થના કરી

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી સમગ્ર દુનિયા પરેશાન છે. ત્યારે વિશ્વભરમાં ફેલાયેલી આ મહામારીમાંથી મુક્ત થઇ આપણા રાજ્ય, દેશ અને દુનિયામાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ પથરાય અને કોરોના સામે રક્ષણ માટે અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા મંદિરના ચાચર ચોકમાં બિરાજમાન સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ દાદાનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી.

જગતજનની જગદંબાના ચાચર ચોકમાં વિરાજિત ભગવાન રિદ્ધિ- સિદ્ધિના સ્વામી સમસ્ત પરિવાર સાથે ગણપતિ સિદ્ધિવિનાયક દાદાનું દિવ્ય મંદિર આવેલું છે. આજ રોજ વૈશાખ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે 'સર્વ જન હિતાય, સર્વજન સુખાય'નાં કલ્યાણ મંત્રથી ગણેશ કૃપા મેળવવા સહસ્ત્ર મોદક દ્વારા, સહસ્ત્ર પુષ્પો દ્વારા, ગણપતિપ્રિય સહસ્ત્ર દુર્વા દ્વારા અંબાજી મંદિરના પંડિતો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભગવાન ગણેશ સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને જગતજનની માં અંબે સમસ્ત જન સમુદાયની રક્ષા કરે તે માટે અંબાજી મંદિરના પંડિતો દ્વારા માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...