તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ એક્શન મોડમા, પાલનપુરમાં બીજા દિવસે રૂ. 22 હજારનો દંડ કરાયો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની અલગ અલગ હોસ્પિટલમાં કાર્યવાહી કરાઇ

પાલનપુર શહેરમાં ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સંયુકત કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઇકાલે પાલનપુર શહેરના 10 પૈકી ચાર સ્થળોએ મચ્છરના પોરા મળી આવતાં રૂપિયા 18 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. જ્યારે આજે બીજા દિવસે પણ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમો દ્વારા એક્શન મોડમાં કામગીરી વધુ રૂ. 22 હજાર 300 નો દંડ કરવામાં આવ્યો છે.

પાલનપુરમાં ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગચાળો ન પ્રસરે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા જાહેર સ્થળોની મુલાકાત લઇ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા એપેડેમિક ઓફિસર ર્ડા. એન. કે. ગર્ગે જણાવ્યું હતુ કે, ગઇકાલની પોરાનાશક કામગીરી દરમિયાન જે વિસ્તારમાં પોરા જણાઇ આવ્યા હતાં તેમને કુલ રૂપિયા 18 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આજે પારપડા રોડ પર આવેલી અમૃતમ હોસ્પીટલને- રૂ. 5 હજાર ભૂમિ દર્શન- રૂ. 6 હજાર 100, રાધે રેસીડેન્સી-રૂ. 1 હજાર, આશીર્વાદ રેસીડેન્સીને રૂ. 5 હજાર 100 અને આબુરોડ પર આવેલી અક્ષર વાટીકા રૂ. 5 હજાર 100 મળી કુલ રૂપિયા 22 હજાર 300નો દંડ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...