તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • To Avoid Traffic On The Railway Overbridge, The Movement Of Drivers At The Railway Gate Of Laxmipura Increased By 2 Km. Queues Of Vehicles Up To

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિકથી બચવા લક્ષ્મીપુરાના રેલવે ફાટક પર વાહનચાલકોની અવરજવર વધતાં 2 કિ.મી. સુધી વાહનોની કતારો

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુરમાં ટ્રાફિક માથાના દુઃખાવા સમાન બન્યો

કેટલાક દિવસોથી પાલનપુરમાં ટ્રાફિક માથાના દુઃખાવા સમાન બન્યો છે. શહેરના અવરજવર માટેના મુખ્ય રેલવે ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક જામથી બચવા વાહન ચાલકો લક્ષ્મીપુરા ગામ થઈને અવરજવર કરવા મજબુર બન્યા છે જોકે અહીં 2 જગ્યાએ રેલવે ફાટક આવતી હોવાથી રોજિંદા અવરજવર કરતા લોકોના સમયનો ભારે વ્યય થઈ રહ્યો છે. અધૂરામાં પૂરું ટ્રેનોની અવરજવરના લીધે 1 થી 2 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગે છે.

પાલનપુરના ગણેશપુરમાં રહેતા જિલ્લા પંચાયતના કર્મીએ જણાવ્યું હતું કે રેલવે ઓવરબ્રિજ ઊંચો કરવામાં આવતો હોવાથી ટ્રાફિકથી બચવા ગઠામણ ગેટથી અંબિકાનગર થઇ લક્ષ્મીપુરા ફાટક જઈએ છીએ જયા રોજ 1થી દોઢ કિલોમીટર લાંબો જામ લાગેલો હોય છે. જોકે અહીં થી યુ ટર્ન લઈ સીટીમાં આવવા સંસ્કાર સ્કૂલ પાસે બીજા ફાટકનો સામનો કરવો પડે છે. સરવાળે ઓફિસે પહોંચવામાં ખાસ્સુ મોડું થાય છે.તસ્વીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો