તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:આમ આદમી પાર્ટી પર થયેલા હુમલાને લઇ પાલનપુરમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી

આમ આદમી પાર્ટીના નેતાઓ પર થઈ રહેલા હુમલાઓને લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે આજે પાલનપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં હુમલાઓની તટસ્થ તપાસ કરી આમ આદમીના નેતાઓને રક્ષણ આપવાની માંગ કરી હતી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને મહેશ સવાણી પર તાજેતરમાં હિંસક હુમલો થયો હતો. આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પર અવાર નવાર હુમલા થતા આવ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.

આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી પર થતા હુમલાઓની તટસ્થ તપાસ કરવાની માંગ કરાઈ હતી. આમ આદમી પાર્ટી દ્વારા આપના નેતાઓ અને તેમના પરિવારજનોને સલામતી પુરી પાડવાની માંગ કરાઈ હતી અને યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...